દ્વારકામાં 100 ફૂટ ઊંડા બોરવેલમાં ખાબકેલી બાળકીનું આઠ કલાક પછી મહામહેનતે થયુ રેસ્ક્યુ, પણ આખરે હારી મોત સામે જંગ

દ્વારકા : બોરવેલમાં ફસાયેલી બાળકી આખરે જિંદગીનો જંગ હારી, બોરવેલમાંથી બહાર કાઢ્યા બાદ નીપજ્યું મોત

વર્ષ 2024 એટલે કે નવા વર્ષના પહેલાં જ દિવસે દ્વારકામાં એક ખોટી દુર્ઘટના બની, રાણ ગામમાં રહેતા એક પરિવારની બાળકી ફળિયામાં રમી રહી હતી અને આ દરમિયાન જ તે અકસ્માતે 100 ફૂટ ઊંડા બોરવેલમાં ખાબકી ગઇ. જો કે, ઘટનાની જાણ થતા તરત જ દ્વારકા નગરપાલિકાના ફાયર વિભાગની ટીમ અને 108 એમ્બ્યુલન્સ તથા ડોક્ટરોની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.

આમ તો બોરવેલની વચ્ચે ફસાયેલી બાળકીને બચાવાઇ લેવાઇ હતી, પરંતુ બાળકીને બહાર કઢાયા બાદ હોસ્પિટલ લઇ જવાઇ હતી અને ખંભાળિયા હોસ્પિટલના ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. આ ઘટના બાદથી પરિવારમાં પણ ગમગીની ફેલાઇ છે. NDRFની ટીમે યુદ્ધના ધોરણે દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન કર્યુ હતુ અને બાળકીને બહાર પણ કાઢી હતી. જો કે, બાળકી જિંદગીની જંગ હારી ગઇ.

આ બાળકી 2-3 વર્ષની હતી અને તેનું નામ એન્જલ સખારા હતુ. તે કલ્યાણપુર તાલુકાના રાણ ગામમાં રહેતી હતી અને રમતા રમતા બપોરે 1 વાગ્યા આસપાસ ઘરના આગળના યાર્ડમાં ખુલ્લા બોરવેલમાં ખાબકી હતી. બાળકીને બહાર કાઢવા માટે JCB મશીન મારફતે બોરવેલની નજીક બીજો ખાડો ખોદવામાં આવ્યો હતો.

બાળકીને બચાવવા 108 અને ફાયર સહિત ખાનગી સોર્સનો ઉપયોગ કરી બોરવેલમાં કેમેરો ઈન્સ્ટોલ કરવામાં આવ્યો અને ઓક્સિજન આપવા માટે લાઇન મુકવામાં આવી અને આખરે બાળકીને બોરવેલમાંથી કાઢવામાં સફળતા પણ મળી. જો કે, તે જિંદગીનો જંગ હારી ગઈ.

Shah Jina