દારૂની હેરાફેરીનો આ વીડિયો જોઈને તમે પણ હેરાન રહી જશો, સાલું લોકો કેવું કેવું દિમાગ વાપરે… જુઓ વીડિયો

આપણા દેશની અંદર ઘણી વસ્તુઓની તસ્કરી થતી જોવા મળે છે અને તેમાં પણ દારૂની તસ્કરી તો બહુ મોટા પાયે થાય છે. સોશિયલ મીડિયાની અંદર દારૂની હેરાફેરીના એવા ઘણા વીડિયો જોવા મળે છે જેને જોઈને આપણને પણ એમ થાય કે આ લોકો કેવું દિમાગ વાપરતા હશે.

હાલ સોશિયલ મીડિયામાં દારૂની તસ્કરીનો એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જે જોઈને તમે પણ હેરાન રહી જશો. દારૂની હેરફેર કરનારાએ જે દિમાગ વાપર્યું છે તે જોઈને આપણું દિમાગ પણ ચકરાવે ચઢી જશે.

સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા આ વીડિયોને ભારતીય પ્રશાસનિક સેવા અધિકારી અવનિશ શરણ દ્વારા પોતાના ટ્વીટર એકાઉન્ટ ઉપર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો શેર કરવાની સાથે તેમણે કેપશનમાં લખ્યું છે, “વાહ, આટલી એનર્જી, બુદ્ધિ અને મહેનત સાચા કામમાં લગાવી હોત તો ?” આ વીડિયોને બિઝનેસમેન આનંદ મહિન્દ્રાએ પણ પોતાના ટ્વીટર ઉપર શેર કર્યો છે.

માત્ર દોઢ મિનિટના આ વાયરલ વીડિયોની અંદર જોઈ શકાય છે કે પોલીસ અને કેટલાક અન્ય લોકો એક પીકઅપ વાહનની પાસે ઉભા છે અને પીકઅપની પાછળની તરફ લાગેલી નંબર પ્લેટને હટાવે છે. નંબર પ્લેટ હટાવ્યા બાદ તેની અંદર એક ખાનગી ડ્રોવર બનાવવામાં આવેલું જોવા મળે છે જેમાં ખુબ જ મોટા પ્રમાણમાં દારૂની બોટલો રાખેલી જોઈ શકાય છે.

આ વીડિયો ક્યાંનો છે તેની હજુ કોઈ ખાતરી નથી કરવામાં આવી પરંતુ પીકઅપની નંબર પ્લેટના નંબર ગુજરાતના દેખાઈ રહ્યા છે. પીકઅપમાં એ રીતે દારૂની બોટલો સંતાડવામાં આવી હતી જેમાં કોઈને પણ શંકા ના જાય કે પીકઅપમાં દારૂ રાખ્યો હશે.

આ વીડિયો જોઈને ઘણા લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. તમે પણ જુઓ દારૂની હેરફેરનો આ જુગાડ….

Niraj Patel