વ્યાજે રૂપિયા લેતા પહેલા ચેતી જજો: સુરેન્દ્રનગર લીંબડીમાં યુવકે ઝેરી દવા ગટગટાવી મોતને કર્યુ વહાલુ – ગામમાંથી રૂપિયા ઉઠાવતા લોકો ચેતી જજો

ગુજરાતમાંથી ઘણીવાર હત્યા અને આત્મહત્યાના બનાવ સામે આવતા રહે છે. ઘણીવાર લોકો માનસિક ત્રાસને કારણે તો ઘણીવાર પ્રેમ સંબંધ કે અવૈદ્ય સંબંધને કારણે હત્યા અને આત્મહત્યા કરી લેતા હોય છે ત્યારે છેલ્લા ઘણા સમયથી વ્યાજખોરોના ત્રાસથી પણ ઘણાના આપઘાત કરવાના સમાચાર સામે આવે છે. હાલમાં જ સુરેન્દ્રનગરના લીંબડીમાં વ્યાજખોરના ત્રાસથી એક યુવકે આત્મહત્યા કરી લીધી છે, જે બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. અવાર નવાર વ્યાજખોરોની ધમકી કારણે યુવકે આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.

સુરેન્દ્રનગરમાં છેલ્લા કેટલાક સમયથી વ્યાજખોરોનો ત્રાસ સતત વધી રહ્યો છે. ત્યારે વ્યાજખોરોના ત્રાસ વધી જતા એક યુવકે ઝેરી દવા ગટગટાવી અને જીવન ટૂંકાવી લીધુ હતુ. વહેલી સવારે આ ઘટના બની હતી. જેમાં સારવાર દરમ્યાન યુવકનું મોત નિપજ્યુ હતુ અને તેને લીંબડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નિપજતા પરિવારજનોમાં શોકની લાગણી છવાઇ ગઇ છે.

હાલમાં એ ચર્ચાએ જોર પકડ્યુ છે કે વ્યાજખોરોનો ત્રાસ કેટલો વધી ગયો હશો કે જેને કારણે યુવકને જીવન ટૂંકાવવાનો વારો આવ્યો. ઘટનાની જાણ પોલિસને થતા પોલિસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને પૂછપરછ હાથ ધરી હતી. હાલમાં પોલિસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ વ્યાજખોરોના ત્રાસને કારણે અનેક જીંદગીઓ હોમાઈ છે.

થોડા દિવસો અગાઉ વડોદરાના આજવા રોડ ખાતે રહેતા વૃદ્ધએ ભાગીદારીમાં ધંધો કર્યા બાદ 65 લાખનું નુકશાન થતા અલગ અલગ વ્યક્તિ પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા. જેમાં વ્યાજની ઘણી રકમ ચૂકવી પણ હતી, તેમ છત્તાં પણ વ્યાજખોરોએ ટેલિફોનિક તથા રૂબરૂ પઠાણી ઉઘરાણી કરી હતી. વારંવાર વ્યાજખોરો દ્વારા આપવામાં આવતા ત્રાસને કારણે તેમણે પણ ઝેરી દવા ગટગટાવી જીંદગીનો અંત આણી દીધો હતો.

Shah Jina