લીંબડી પાસે ઇકો ગાડીનો કચ્ચરધાણ વળી ગયો, ચાર લોકોના થયા દર્દનાક મૃત્યુ…તસવીરો જોઈને ધ્રુજી ઉઠશો

ગુજરાતમાંથી અવાર નવાર અનેક અકસ્માતોના કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર અકસ્માત દરમિયાન કોઇ ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાઇ જતો હોય છે. ત્યારે હાલ લીંબડી અમદાવાદ હાઇવે પર ગોઝારો અકસ્માત સર્જાયો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. લીંબડીના કટારિયા ગામ પાસે ખાનગી લક્ઝરી અને ઇકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં 4 વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જયારે બે વ્યક્તિને ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે કે રાજકોટના યુવાનો લગ્ન પ્રસંગ અંગે રાજસ્થાન જઇ રહ્યા હતા અને આ દરમિયાન જ તેમને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતની કેટલીક ભયાનક તસવીરો પણ સામે આવી છે, જેમાં જોઇ શકાય છે કે ઇકો કારનો કચ્ચરઘાણ વળી ગયો છે.  ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર, લીંબડી અમદાવાદ હાઇવે પર રવિવારે રાત્રે કાર અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો અને તેમાં 4 લોકોના મોત નિપજ્યા હતા જયારે 2 લોકો ઘાયલ થયા હતા.

આ યુવાનો લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે રાજસ્થાન જઇ રહ્યા હતા ત્યારે લીંબડી અમદાવાદ હાઇવે પર આ અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતા જ ઘટનાસ્થે પોલિસ દોડી આવી હતી અને કારના પતરા ચીરી મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા  જ લોકોના ટોળેટોળા પણ ઉમટી પડ્યા હતા. હાલ  તો લાશને પીએમ માટે ખસેડવામાં આવી છે અને પોલિસે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.

મૃતકના પરિજનોને ઘટનાની જાણ કરવામાં આવતા તે લોકોમાં હડકંપ મચી જવા પામ્યો હતો. મૃતકની વાત કરીએ તો, તેમાં 27 વર્ષિય સાગરભાઇ પવાર, 25 વર્ષિય અનિલભાઇ ચોહાણ, 25 વર્ષિય સંદીપભાઇ જોટાણિયા અને 24 વર્ષિય ઇમરાનભાઇનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રાઘવ અને રાજ નામના બે યુવાનો ઘાયલ થયા છે.

Shah Jina