BREAKING : શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા અલગ થઇ જશે? આવ્યા સૌથી મોટા સમાચાર

બોલીવુડની દિગ્ગજ હિરોઈન શિલ્પા શેટ્ટીનો પતિ રાજ કુંદ્રાની 19 જુલાઈના રોજ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તેનો પતિ હજી પણ જેલમાં જ છે. તેના હસબન્ડ પર બીભત્સ મુવીઝ બનાવવાનો તથા પબ્લિશ કરવાનો આરોપ છે.

આ બાબતે તો અભિનેત્રી શિલ્પા શેટ્ટીની પણ પૂછપરછ કરવામાં આવેલી છે. હવે આને લીધે અભિનેત્રી શિલ્પા શેટ્ટીની ઘણી જ બદનામી થઈ હતી. હવે ચર્ચા છે કે શિલ્પા શેટ્ટી પતિ રાજ કુંદ્રાથી અલગ રહેવાનું વિચારી રહી છે.

વેબ પોર્ટલ બોલિવૂડ હંગામાના રિપોર્ટ અનુસાર, અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ખાસ નિકટના મિત્રોએ એક્ટ્રેસના અંગત જીવન અંગે ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો હતો. એક મિત્રે જણાવ્યું હતું કે રાજ કુંદ્રાની મુશ્કેલીઓનો નિકટના ભવિષ્યમાં ઉકેલ આવે એમ લાગતું નથી.

આ અઘરા દિવસે ને દિવસે વધતી જાય છે. રાજ કુંદ્રા ખરાબ ફિલ્મોના કેસમાં ફસાયેલો છે, એ વાત જાણીને શિલ્પાને ઘણો જ આઘાત લાગ્યો હતો. શિલ્પાને ખ્યાલ જ નહોતો કે આ ડાયમંડ તથા ડુપ્લેક્સ ગંદી ફિલ્મો બિઝનેસમાંથી આવે છે.

વધુમાં આ મિત્રે જણાવ્યું હતું કે અભિનેત્રી હવે પતિની સંપત્તિથી બંને કિડ્સને દૂર રાખવા માગે છે. તે કુંદ્રાની સંપત્તિને સ્પર્શ કરવા પણ તૈયાર નથી. શિલ્પા રિયાલિટી શોમાં જજ બનીને પૂરતી કમાણી કરી શકે છે.

શિલ્પા અત્યારે તો “હંગામા-2” અને “નિકમ્મા” બાદ હજુ પણ અન્ય ફિલ્મોમાં કામમાં આતુર છે અને આ માટે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના તેના મિત્રો સાથે સંપર્કમાં રહે છે. એવા અહેવાલો પણ છે કે, શિલ્પા શેટ્ટીને નિર્દેશકો અનુરાગ બાસુ અને પ્રિયદર્શન દ્વારા તેમના પ્રોજેક્ટ્સમાં કામ કરવા માટે ઓફર કરી છે.

અત્યારે તો ઉપર આપેલી બધી જ માહિતી કેટલી સચોટ છે તે અંગે કોઈ સત્તાવાર નિવેદન શિલ્પા દ્વારા અપાયુ નથી. બીજી બાજુ રાજથી દૂર રહેવાના નિર્ણય પર શિલ્પાનો શું અભિપ્રાય છે, તે તો સમય જ કહેશે.

YC