મામુલી રોકાણ પર મળશે 1 કરોડથી વધુનું રિટર્ન, LIC ના આ ધાસું પ્લાનમાં કરો રોકાણ

Life Insurance Corporation: આ વિશ્વમાં ભાગ્યે જ કોઈ વ્યક્તિ હશે જે કરોડપતિ બનવા નહીં માગતો હોય. પૈસાદાર બનવું દરેક લોકોને ગમે છે. જો કે ઈચ્છવા છતા દરેક વ્યક્તિ પોતાનું સપનું પુરુ કરી શકતો નથી. કારણ કે ઘણા લોકોને જોઈ તેટલી સફળતા મળતી નથી. દરેક વ્યક્તિ બીજાથી વધુ પૈસા કમાવા માગે અને ઝડપી અમીર બનવાનો પ્રયત્ન કરે છે. હવે તમારા કરોડપતિ બનવાના સપનાને એલઆઈસી પૂર્ણ કરી શકે છે.

ભારતીય જીવન વિમા નિગમ(Life Insurance Corporation) દ્વારા ઘણા એવા પ્લાન લોકોને આપવામાં આવે છે જેમાં એક નિશ્ચિત રકમ જમા કરીને સારુ રિટર્ન મેળવી શકાય છે. તો બીજી તરફ એલઆઈસીનો Plan No. 914 New Endowment Plan કેટલીક હદે ખાસ સાબિત થઈ રહ્યો છે. આ પોલીસીના માધ્યમથી તમે એક કરોડથી વધુનું ફંડ એકઠું કરી શકો છો.

  • એલઆઈસીના પ્લાન નંબર 914ની ખાસ વાતો:
  • પોલીસી ધારકની ઉંમર મિનિમમ 8 વર્ષ અને અધિકતમ 55 વર્ષની હોવા જોઈએ
  • આ પ્લાનમાં ઓછામાં ઓછી 12 વર્ષ અને વધુમાં 55 વર્ષની ટર્મ લેવાની રહેશે.
  • સમ એસ્યોર્ડ એમાઉન્ટ (વીમા રકમ) મિનિમમ 1 લાખ રૂપિયા હોવી જોઈએ.

જો 25 વર્ષની વયે પ્લાન નંબર 14ને શરૂ કરવામાં આવે છે તો આ પોલીસી લેનાર શખ્સે 21 લાખ રૂપિયાનો વીમો કરાવવાનો રહેશે. સાથે 35 વર્ષની મુદત કરવાની રહેશે. એવામાં પહેલા મહિને આ પ્લાનમાં પહેલા વર્ષે 57011 રૂપિયા (4855 રૂપિયા પર મહિને)નું પ્રિમિયમ ચૂકવવું પડશે. જ્યારે ત્યાર બાદ દર વર્ષે પોલીસી ધારકે અંદાજે 55784 રૂપિયા (દર મહિને 4751) પ્રિમિયમ ચૂકવવાનું રહેશે.

25 વર્ષ શરૂ કરેલી પોલીસીનું આગળના 35 વર્ષ સુધી પ્રમિયમ ભરવામાં આવે છે તો વીમા ધારકની 60 વર્ષની ઉંમરે મેચ્યોરિટી થશે. આ દરમિયાન મેચ્યોરિટીના સમયે પોલીસી ધારકને અંદાજે 1,02,37,500 રૂપિયાનું રિટર્ન મળશે. કોઈ પણ પ્લાનમાં રોકાણ કરતા પહેલા તમારા વિમા એજન્ટ સાથે અવશ્ય ચર્ચા કરો. આ ઉપરાંત પણ એલઆઈસીના ઘણા એવા પ્લાન છે જે પોલીસી ધારકને પાકતી મુદતે સારુ વળતર આપે છે. જો કે કોઈ પણ પ્લાનમાં રોકાણ કરતા પહેલા તેની ટર્મ એન્ડ કન્ડિશન જાણવી વધુ હિતાવહ રહે છે. કારણ કે અમુક પ્લાન માર્કેટ સાથે પણ સંબંધિત હોય છે.

YC