હાઇવે ઉપર કારની ચપેટમાં આવ્યો દીપડો, રવિના ટંડનનું દુઃખ છલકાયું, શેર કર્યો વીડિયો, જુઓ

રોડ ઉપર અકસ્માતની ઘણી ઘટનાઓ રોજ બરોજ સામે આવતી હોય છે, આવા અકસ્માતના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે, ઘણા વીડિયો જોઈને આપણે હચમચી જતા હોઈએ છીએ. ઘણીવાર રોડ ઉપર વાહનની અડફેટે કોઈ પ્રાણીઓ પણ આવી જતા હોય છે, ત્યારે હાલ રવિના ટંડને એક આવા જ અકસ્માતનો વીડિયો તેના સોશિયલ મીડિયામાં શેર કર્યો છે.

આ વાયરલ વીડિયોને જોઈને તમે પણ એક મિનિટ માટે ચોંકી જશો. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક દીપડો હાઈવેની વચ્ચે એક કાર પર હુમલો કરતો જોવા મળી રહ્યો છે. જો કે આ માર્ગ અકસ્માત ક્યાં થયો તે અંગે હજુ સુધી કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. આ વીડિયો ક્લિપ બોલિવૂડ એક્ટ્રેસ રવિના ટંડને તેના ટ્વિટર હેન્ડલથી શેર કરી છે.

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક દીપડો હાઈવે પર કારને ટક્કર માર્યા બાદ સ્થળ પરથી ભાગતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો બોલિવૂડ એક્ટ્રેસ રવિના ટંડને તેના ટ્વિટર હેન્ડલથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યો છે. વીડિયો શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે, ‘આ સુંદર દીપડા માટે પ્રાર્થના… આશા છે કે તે બચી જશે, ભલે તે ખરાબ રીતે ઘાયલ હોય, તે જંગલમાં ભાગી ગયો હશે.”

આ ઉપરાંત એક વન્યજીવ કાર્યકર્તાએ પણ ટ્વિટર પર આ વીડિયો શેર કર્યો છે, જેમાં દીપડો કારના બોનેટની નીચે ખરાબ રીતે ફસાયેલો જોવા મળે છે. આગળના વીડિયોમાં ડ્રાઈવર કારને રિવર્સ કરે છે, જેથી દીપડાને બચાવી શકાય. આ દરમિયાન દીપડો પણ રસ્તામાંથી કૂદીને હાઈવેની બીજી તરફ જતો રહ્યો હતો.

આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ જોવામાં આવી રહ્યો છે અને શેર કરવામાં આવી રહ્યો છે. વીડિયોને અત્યાર સુધીમાં હજારો વ્યૂઝ મળી ચૂક્યા છે. વીડિયો જોયા બાદ યુઝર્સ અલગ-અલગ પ્રકારના રિએક્શન આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘આખું જોઈ શક્યા નથી. મારી પાસે શબ્દો નથી. તે ગુનાહિત છે. અન્ય યુઝરે કહ્યું, ‘સુંદર દીપડો… આશા છે કે કોઈને ઈજા ન થાય.’

Niraj Patel