નાકમાં લીંબુનો રસ નાખવાથી ખત્મ થઇ જશે કોરોના વાયરસ ? જાણો હકિકત

શું કોવિડ-19ને ખત્મ કરી શકે છે લીંબુના રસના 2 ટીંપા, જાણો આની હકિકત

હાલ કોરોના મહામારી ચાલી રહી છે, ત્યારે તેના સંક્રમણથી બચાવવા માટે લોકો સોશિયલ મીડિયા  પર અલગ અલગ અને અવના ઉપાય બતાવી રહ્યા છે. આજકાલ એક વિડિઓ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે નાકમાં લીંબુના રસના ટીપા નાખવાથી કોરોના વાયરસનો ચેપ તરત જ સમાપ્ત થઈ જશે.

સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહેલા વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે નાકમાં લીંબુનો રસ નાખવાથી કોરોના વાયરસ નાબૂદ થાય છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં એક વ્યક્તિ દાવો કરી રહ્યા છે કે ‘લીંબુ લો અને તેના રસના બે-ત્રણ ટીપા તમારા નાકમાં નાખો. તેને મૂક્યાના માત્ર 5 સેકંડ પછી, તમે જોશો કે તમારા નાક, કાન, ગળા અને હૃદયના બધા ભાગો શુદ્ધ થઈ જશે.’

પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો PIBએ કેન્દ્ર સરકારના મંત્રાલયો, વિભાગો અને યોજનાઓ અંગેના સમાચારોની ચકાસણી કરવા માટે પીઆઈબી ફેક્ટ ચેક ટીમ તરીકે ઓળખાતું ‘ફેક્ટ ચેક યુનિટ’ બનાવ્યું છે. પીઆઈબી ફેક્ટ ચેક ટીમે તેના ટ્વિટર હેન્ડલ પર આખી તપાસ શેર કરી છે.

પીઆઈબી ફેક્ટ ચેક ટીમે ટ્વિટ કરીને કહ્યું કે વીડિયોમાં કરવામાં આવેલા દાવા નકલી છે. એવા કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી કે નાકમાં લીંબુનો રસ ઉમેરીને કોવિડ -19 નાબૂદ કરી શકાય છે.

Shah Jina