દેશના અગ્રણી ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલે પોતાની દીકરીના લગ્નમાં વહાવ્યા હતા પાણીની જેમ પૈસા, બન્યા હતા દુનિયાના બીજા સૌથી મોંઘા લગ્ન, પરંતુ 10 વર્ષ બાદ જ…

428 કરોડનો ખર્ચ કરીને લક્ષ્મી મિત્તલે કર્યા હતા પોતાની દીકરીના લગ્ન, શાહરુખમ ઐશ્વર્યાથી લઈને વિદેશી કલાકારો પણ રહ્યા હતા હાજર, જુઓ કેવો હતો આ શાહી લગ્નનો તામઝામ

Laxmi Mittal Daughter Wedding : દરેક વ્યક્તિ પોતાના લગ્નને ખાસ બનાવવા માંગતું હોય છે, ત્યારે સેલેબ્રિટીઓ અને ઉદ્યોગપતિના પરિવારમાં આવતા લગ્ન પ્રસંગો દેશ અને દુનિયામાં આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે. ઘણા ઉદ્યોગપતિઓ પોતાના સંતાનોના લગ્નમાં પાણીની જેમ પૈસા વહાવતા હોય છે, એવા જ એક ઉદ્યોગપતિ હતા લક્ષ્મી મિત્તલ, જેમની દીકરીના લગ્ન દુનિયાના બીજા સૌથી મોંઘા લગ્ન બન્યા હતા.

મિત્તલે તેમની 24 વર્ષની દીકરી વનિષાના લગ્ન ફ્રાન્સની રાજધાની પેરિસમાં કર્યા હતા. આ લગ્ન 2004માં થયા હતા. આ શાહી લગ્ન માટે વોક્સ લે વિઓકોમટે પેલેસ પસંદ કરવામાં આવ્યો હતો. આ મહેલ 17મી સદીમાં બનાવવામાં આવ્યો હતો.

વનિષા મિત્તલના લગ્ન દિલ્હી સ્થિત બિઝનેસમેન અમિત ભાટિયા સાથે થયા હતા. તેમના લગ્નનો આ પ્રસંગ 6 દિવસ સુધી ચાલ્યો, જેમાં ફ્રાન્સની સરકારે પણ ઘણો સહકાર આપ્યો. 19 વર્ષ પહેલા થયેલા આ શાહી લગ્નમાં 428 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. તેને વિશ્વના બીજા સૌથી મોંઘા લગ્ન પણ કહેવામાં આવે છે.

આ શાહી લગ્નમાં મુંબઈથી લઈને ન્યૂયોર્ક સુધીની અનેક મોટી હસ્તીઓ સામેલ થઈ હતી. આમાં ઘણા મોટા ડિઝાઈનર, અભિનેતા-અભિનેત્રી મહેંદી કલાકારો અને રસોઈયા પણ પહોંચ્યા હતા. બ્રિટનના પ્રખ્યાત અખબાર ગાર્ડિયનના અહેવાલ મુજબ, આ લગ્નમાં લગભગ 10,000 મહેમાનો આવ્યા હતા.

મિત્તલની દીકરીના લગ્નમાં બોલિવૂડની ફેમસ કોરિયોગ્રાફર ફરાહ ખાન પણ પહોંચી હતી. આ સિવાય અમેરિકન સિંગર કાઈલી મિનોગે એ સમયગાળા દરમિયાન અહીં પરફોર્મ કરવા માટે 1 કરોડ રૂપિયા લીધા હતા.

વનિષા મિત્તલના લગ્નમાં રાની મુખર્જી, શાહરૂખ ખાન, સૈફ અલી ખાન અને જુહી ચાવલા જેવા ઘણા મોટા સ્ટાર્સ પહોંચ્યા હતા. આ સાથે ઐશ્વર્યા રાયે પણ આ લગ્નમાં ડાન્સ પરફોર્મન્સ આપ્યું હતું.

આ લગ્નમાં કોલકાતાના પ્રખ્યાત શેફ મુન્ના મહારાજને પેરિસમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. મુન્ના મહારાજે લગ્નમાં મહેમાનોને શાહી ભોજન પીરસ્યું હતું.  એલએલ મિત્તલની પુત્રી વનિષાનો જન્મ 1980માં લંડનમાં થયો હતો. વનિષાએ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો છે. 2004 માં તેણીએ દિલ્હી સ્થિત ઇન્વેસ્ટમેન્ટ બેંકર અને ઉદ્યોગપતિ અમિત ભાટિયા સાથે લગ્ન કર્યા.

જોકે, આ લગ્ન લાંબો સમય ટકી શક્યા નહીં અને 10 વર્ષ પછી એટલે કે 2014માં બંનેના છૂટાછેડા થઈ ગયા. લક્ષ્મી નિવાસ ભારતમાં જન્મેલા અને યુકેમાં રહેતા વિશ્વના ટોચના અમીર લોકોમાંના એક છે. તેઓ વિશ્વની સૌથી મોટી સ્ટીલ ઉત્પાદક આર્સેલર મિત્તલના ચેરમેન અને સીઈઓ છે.

Niraj Patel