92 વર્ષીય ખ્યાતનામ ગાયિકા લતા મંગેશકર અચાનક જ હોસ્પિટલમાં ભરતી, ચાહકો કરવા લાગ્યા પ્રાર્થનાઓ

છેલ્લા બે વર્ષથી કોરોનાનો કહેર આખી દુનિયામાં ફેલાઈ ગયો છે, સામાન્ય માણસથી લઈને સેલેબ્રિટીઓ પણ કોરોનાની ચપેટમાં આવી ગયા છે, ત્યારે હાલ વધુ એક સેલેબ્રીટી જેમને પોતાના અવાજ દ્વારા આખી દુનિયામાં એક આગવું નામ ધારણ કર્યું એવા 92 વર્ષીય લતા મંગેશકર પણ કોરોનાની ચપેટમાં આવી ગયા છે.

લતા મંગેશકરના કોરોના સંક્રમિત થતા જ તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર માટે ભરતી કરવામાં આવ્યા છે. લતા મંગેશકરની ઉંમરને જોતા  તેમને હોસ્પિટલમાં ભરતી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. ડોક્ટર દ્વારા જણાવવામાં આવ્યું કે લતા મંગેશકરની ઉંમર સંબંધી સમસ્યા છે જની સારવાર ચાલી રહી છે.

લતા મંગેશકરની ભત્રીજી રચનાએ તેમને હોસ્પિટલમાં ભરતી કરવાની ખબરની પુષ્ટિ કરી છે. તેમની ભત્રીજી રચનાએ કહ્યું કે અમારી અંગતતાનું સન્માન કરો અને તેમના માટે પ્રાર્થના કરો. આ પહેલા આ દિગ્ગજ ગાયિકા લતા મંગેશકરને નવેમ્બર 2019માં શ્વાસ લેવામાં તકલીફ થઇ હતી જેના બાદ તેમને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા.

Niraj Patel