ખબર

વાંદરાના મોત બાદ કર્યું તેનું બારમું, મૃત્યુભોજમાં સામેલ થયા 5 હજારથી પણ વધારે ગ્રામજનો, જાણો શા કારણે કરાવ્યું આમ ?

માણસના મૃત્યુ બાદ તેના પરિવાર દ્વારા ઘણી વિધિઓ કરવામાં આવતી હોય છે, વ્યક્તિના મૃત્યુ બાદ બેસણું, બારમું, તેરમું અને મૃત્યુભોજનું પણ આયોજન કરવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે આ બધું કર્યા બાદ મરનાર વ્ય્કતિની આત્માને શાંતિ મળે છે. પરંતુ શું તમે સાંભળ્યું છે કે કોઈ પ્રાણીના મૃત્યુ બાદ પણ આ બધી વિધિ કરવામાં આવે ?

હાલ એવો જ એક મામલો સોશિયલ મીડિયામાં ખુબ જ ચર્ચાઈ રહ્યો છે, જેમાં એક વાંદરાના મૃત્યુ બાદ તેની અસ્થિઓને ઉજ્જૈનમાં વહાવવામાં આવી અને બારમાની વિધિ પણ કરવામાં આવી, જેમાં મૃત્યુ ભોજનું પણ આયોજન કરવામાં આવ્યું અને આ મૃત્યુ ભોજમાં 5000થી પણ વધારે ગામ લોકો સામેલ થયા હતા.

આ આંખો ઘટના જોવા મળી છે મધ્ય પ્રદેશના રાજગઢમાં. જ્યાંના ખિચલીપુર તાલુકાના ડાલુપુરા ગામમાં એક વાંદરાના મોત બાદ આખું ગામ દુઃખી થઇ ગયું. એટલું જ નહિ હિન્દૂ માન્યતા અનુસાર બેન્ડ વાજા સાથે વાંદરાની અંતિમ યાત્રા યોજીને તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા અને કોઈ માણસના મોત બાદ શાંતિ માટે કરવામાં આવતા બધા જ રિવાજ અને પરંપરાઓ પણ નીભવવામાં આવી.

વાંદરાના દસમાના દિવસે તેની અસ્થિઓને ઉજ્જૈનમાં લઈ જઈને વિસર્જિત કરવામાં આવી અને તે વ્યક્તિએ મુંડન પણ કરાવ્યું અને મૃત્યુ ભોજ પણ કરાવ્યો. ગામના જ વ્યક્તિ હરિ સિંહે પોતાનું મુંડન કરાવ્યું અને બારમાના દિવસે મૃત્યુભોજ માટે ભંડારાનું પણ આયોજન કર્યું. વાંદરાના મૃત્યુ ભોજ માટે ગામ લોકો પાસેથી સમગ્ર ડાલુપુરા ગામમાંથી ફાળો ભેગો કરવામાં આવ્યો અને આસપાસના ગામ લોકોને આમંત્રણ આપવામાં આવ્યું.

વાંદરાના મૃત્યુ ભોજ માટે ડાલુપુરા સ્કૂલ પરિસરમાં ભવ્ય મંડપ બાંધીને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને ગામના જ રસોઈયા દ્વારા જમવાનું બનાવડાવ્યું. ગામ  આ વાંદરો બજરંગબલીનું રૂપ હતો અને માનવ સભ્યતાના ઇતિહાસને ધ્યાનમાં રાખતા વાંદરા આપણા પૂર્વજો પણ છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)