શિમલા-કિન્નોર રાષ્ટ્રીય માર્ગ ઉપર ઘટી મોટી દુર્ઘટના, આખો પહાડ ધડધડ ઢસડાઈ પડ્યો, વીડિયો જોઈને હેરાન રહી જશો

હાલ ચોમાસાનો સમય ચાલી રહ્યો છે, આ સમયે રસ્તામાં ભુવા પડવા અને પહાડી વિસ્તારમાં ભુસખ્લન થવાની પણ ઘણી ઘટનાઓ સામે આવી રહી છે. ખાસ હિમાચલ પ્રદેશમાંથી આવી ઘણી ઘટનાઓ સામે આવી રહી છે. જેના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે અને તેને જોઈને કોઈપણ હેરાન રહી જતા હોય છે.

હાલ એવી જ એક ઘટના શિમલા કિન્નોર હાઇવે -5 ઉપર જ્યુરી પાસે બની છે, જેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. વીડિયોની અંદર જોઈ શકાય છે કે એક આખો પર્વત ધડધડ કરતા ઢસડાઈ પડે છે. જેમાં ઘણી ગાડીઓને પણ નુકશાન પહોંચ્યું છે. હોકે હજુ સુધી કોઈપણ પ્રકારની હતાહત થવાની ખબર નથી આવી.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

આ ભૂસ્ખલન બાદ યાતાયાત પ્રભાવિત થયો છે. વીડિયોની અંદર આ ભૂસ્ખલનની ઘટનાને જોઈ શકાય છે. વાયરલ વીડિયોને જોઈને કેટલાય લોકોના હોશ પણ ઉડી ગયા છે. આ પહેલા પણ ભૂસ્ખલનની ઘણી ઘટનાઓ આ વિસ્તારમાંથી સામે આવી છે. જેના કારણે કેટલાય લોકોનો જીવ પણ ગયો છે.

Niraj Patel