આગમાં સ્વાહા થઇ ગઇ કરોડોની લેમ્બોર્ગિની, બે લોકો વચ્ચે થઇ ખૂબ લડાઇ અને પછી…સામે આવ્યો વીડિયો

દુશ્મનીની ભેટ ચઢી 1 કરોડની લેમ્બોર્ગિની કાર, રસ્તા વચ્ચે પેટ્રોલ છાંટી લગાવી દીધી આગ- જુઓ વીડિયો

લેમ્બોર્ગિની દુનિયાની સૌથી તેજ રફતાર અને મોંઘી કાર તરીકે જાણીતી છે. જો કે, તાજેતરમાં લેમ્બોર્ગિની તેની સ્પીડ નહિ પણ અન્ય કારણોસર ચર્ચામાં આવી. વાસ્તવમાં, તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં એક લેમ્બોર્ગિની કારમાં આગ લાગી હતી. જેનો વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયોમાં લેમ્બોર્ગિની કાર ભડ-ભડ સળગતી જોવા મળી રહી છે. એવું કહેવામાં આવી રહ્યુ છે કે આગ લગાવનાર આરોપીએ કેટલાક પૈસા કાર માલિકને આપવાના હતા.

હૈદરાબાદ પોલિસે સોમવારે એટલે કે 16 એપ્રિલે જણાવ્યું કે જૂની કારની ખરીદી અને વેચાણ સાથે સંકળાયેલા એક વ્યક્તિનો લેમ્બોર્ગિની કારના માલિક સાથે વિવાદ થયો હતો. આ પછી તે વ્યક્તિએ કેટલાક લોકો સાથે મળીને રોડ પર કારને આગ ચાંપી દીધી. જે લેમ્બોર્ગિની કાર સળગી તેની કિંમત 1 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના હૈદરાબાદના પહાડી શરીફ વિસ્તારમાં બની હતી. એરપોર્ટ રોડ પર કાર સળગાવવામાં આવી. પોલીસે જણાવ્યું કે 2009 મોડલની લેમ્બોર્ગિની કારનો માલિક તેને વેચવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તેણે તેના કેટલાક મિત્રોને તેના માટે ખરીદદાર શોધવા કહ્યું હતું. આ પછી કાર સળગાવનાર મુખ્ય આરોપીએ લેમ્બોર્ગિનીના માલિકના મિત્રને ફોન કર્યો. તેણે તેને કહ્યું કે તેની પાસે કાર લઈ આવ. પોલીસનું કહેવું છે કે આરોપી વ્યક્તિ લેમ્બોર્ગિનીના માલિકના મિત્રને સારી રીતે ઓળખે છે.

આ જ કારણ હતું કે 13 એપ્રિલની સાંજે કારને હૈદરાબાદની બહારના રસ્તા પર લાવવામાં આવી હતી. અહીં આરોપી અને તેના કેટલાક સહયોગીઓએ પેટ્રોલ રેડી લેમ્બોર્ગિનીને આગ લગાવી દીધી. પોલીસે જણાવ્યું કે આરોપીએ કહ્યું કે કારના માલિકે તેને કેટલાક પૈસા આપવાના છે. ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં પીળી કાર સળગતી જોઈ શકાય છે. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Shah Jina