બ્રેકીંગ: IPL મેકર લલિત મોદીને લઈને આવ્યા ખરાબ સમાચાર

IPLના પૂર્વ ચીફ લલિત મોદી કોવિડ પોઝિટિવ થયા પછી છેલ્લા એક વીકથી 24 કલાક ઓક્સિજન સપોર્ટ પર છે. આ મેટર પર લલિત મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં આ વાતનો ખુલાસો કર્યો છે. લલિત મોદીએ કહ્યું કે, તેઓ બે વીકમાં બે-બે વાર કોવિડથી સંક્રમિત થયા હતા અને તેમને ” ગંભીર ન્યુમોનિયા” છે. આ સાથે તેમણે તેની તસવીર પણ જાહેર કરી છે.

બે દિવસ પહેલા એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં તેણે જણાવ્યું કે, છેલ્લા 2 વીકમાં તે બે વાર પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. કોવિડ બાદ તેમને ન્યુમોનિયા થયો હતો. વધુમાં તેને લખ્યું કે, “2 વીકમાં ડબલ કોવિડ સાથે 3 અઠવાડિયા ક્વોરૅન્ટીનમાં, ઈન્ફલ્યુએન્ઝા અને ગંભીર ન્યુમોનિયા બાદ હવે તે પાછા ફરવાના પ્રયાસ કરી રહી છે.

અંતમાં બે સુપરસ્ટાર ડોક્ટર અને સુપર પુત્રને થેંક્યુ કહ્યું જેમણે લંડનમાં મારા માટે ઘણું કર્યું.” તથા એર એમ્બ્યુલન્સના માધ્યમ દ્વારા નીચે ઉતર્યા. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે IPL એક્સ ચીફ લલિત મોદીએ સોશિયલ મીડિયા પર સુસ્મિતા સેન સાથે પર્સનલ તસવીરો શેર કરી હતી. જેમાં બંનેનું જોરદાર બોન્ડિંગ જોવા મળ્યું હતું.

બંને રિલિશનશિપમાં હોવાની ચર્ચાઓ પણ વહેતી થઈ હતી. જો કે લલિત સાથે ફોટો વાયરલ થયા બાદ સુસ્મિતા ટ્રોલ થઈ હતી. હવે ફરીવાર સુસ્મિતા સેન અને લલિત મોદીના સંબંધોની ચર્ચા થવા લાગી છે અને તેનું કારણ છે લલિતની તબિયતને લઈને સુસ્મિતા સેનના ભાઈ રાજીવ સેનની કોમેન્ટ.

હાલમાં જ લલિત મોદીએ સોશિયલ મીડિયા હેન્ડલ પર ઘણી નવી તસવીરો અપલોડ કરી છે જેમાં આ તે હોસ્પિટલના બેડ પર સૂતેલા જોઈ શકાય છે. તબિયત વધારે લથડતાં લલિત મોદીને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. લલિત મોદીએ જ આ પોસ્ટ કરી છે અને તેના પર સુસ્મિતાના સગા ભાઈ રાજીવે લલિત મોદી જલદી સ્વસ્થ થઈ જાય તેવી શુભકામના પાઠવી છે.

તમને જણાવી દઈએ કે લલિતે IPLની શરૂઆત કરી હતી. તે 2005થી 2010 સુધી BCCIના વાઈસ પ્રેસિડન્ટ પદે રહ્યો. 2008થી 2019 સુધી IPLના ચેરમેન અને કમિશનર રહ્યો. 2010માં લલિત મોદીને ફ્રોડનો આરોપ લાગ્યો જેમાં આ મોટું પદ છોડવું પડ્યું અને સસ્પેન્ડ કરી દેવાયો. વધુમાં તેને BCCIમાંથી પણ સસ્પેન્ડ કરી દેવાયા હતા. મની લોન્ડ્રિંગ કેસના આરોપ પછી 2010માં લલિત દેશમાંથી ભાગી ગયો હતો.

YC