BREAKING: 56 વર્ષના ભાગેડુ લલિત મોદીએ 46 વર્ષની કુંવારી સુષ્મિતા સેન સાથે લગ્ન કર્યા? બંનેની રોમેન્ટિક તસવીરો વાયરલ

ફર્સ્ટ ઈન્ડિયન પ્રિમિયર લીગના પૂર્વ ચેરમેન લલિત મોદી અને બોલિવૂડ કુંવારી અને ખુબસુરત હિરોઈન સુષ્મિતા સેને લગ્નની તૈયારી કરી રહ્યા જેની જાણકારી ખુદ લલિત મોદીએ ટ્વીટ કરીની આપી છે. IPL ના એક્સ ચેરમેન લલિત મોદી અને પૂર્વ મિસ યુનિવર્સ સુષ્મિતા સેને માલદીવમાં લગ્ન કરી દીધા છે તેવા સમાચાર વાયરલ થઇ ગયા છે પણ જો કે આ સાચું નથી.

સમાચાર વાયરલ થયા છે કે IPLના એક્સ ચેરમેન લલિત મોદીએ પૂર્વ મિસ યુનિવર્સ સુષ્મિતા સેન સાથે લગ્ન કરી લીધા છે. બંનેએ માલદીવમાં લગ્ન કર્યા છે. હાલમાં જ સુષ્મિત સેન લગ્ન પર કૉમેન્ટ કરીને ચર્ચામાં આવી હતી. સુષ્મિતા રિલેશનશિપમાં જ હતી પણ લગ્નના બંધનમાં બંધાઈ ન હતી. લગ્ન ન કરવાને લઈને તેને કહ્યું હતું કે- ‘હું લગ્ન કરવાની જ હતી

, મેં ત્રણ વખત તૈયારી દાખવી હતી પરંતુ ભગવાને મને બચાવી લીધી.’ સુષ્મિતા 3 રિલેશનશિપમાં રહી ગઈ છે પરંતુ ક્યારેય લગ્ન સુધી વાત પહોંચી ન હતી. સુષ્મિતાની 46 વર્ષની છે. તમને જણાવી દઈએ કે સુષ્મિતા સેને રોહમન શૉલ સાથે લગભગ અઢી વર્ષ સુધી ડેટિંગ કર્યું. આ બંનેની ઉંમરમાં 15 વર્ષનું અંતર છે. અભિનેત્રી 46 વર્ષની છે. તો રોહમન 30 વર્ષનો છે.

બંને લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા હતા. રોહમનની સુષ્મિતાની બંને દીકરી રેની અને અલીશાની સાથે પણ ઘણું સારું બોન્ડિંગ છે, તે પોતાને બંનેના પપ્પા ગણાવે છે. બોલીવુડમાં ટોપ અભિનેત્રી ઐશ્વર્યા રાય અને સુસ્મિતા સેન બંનેએ ભારતને ગર્વ આપાવ્યું છે. 1994માં મિસ યુનિવર્સ અને મિસ વર્લ્ડનો ખિતાબ જીતીને સુસ્મિતા સેન અને ઐશ્વર્યાએ પોતાની સુંદરતાનો ડંકો વિશ્વભરમાં વગાડી દીધો હતો.

જો કે ઘણીવાર એવું કહેવામાં આવ્યું છે કે સુષ્મિતા અને ઐશ્વર્યા વચ્ચે બ્યુટી કોન્ટેસ્ટથી લઈને ફિલ્મી કેરિયર સુધી મુકાબલો રહ્યો છે, પરંતુ આ બંનેની કહાની તો કૈક બીજું જ જણાવે છે. ઐશ્વર્યથી પહેલા વર્ષ 1966માં રીટા ફારિયા મિસ વર્લ્ડનો ખિતાબ જીતી ચુકી હતી, પરંતુ મિસ યુનિવર્સનો ખિતાબ કોઈએ નહોતો જીત્યો.

વર્ષ 1994માં સુસ્મિતા સેને મિસ યુનિવર્સનો ખિતાબ જીતીને ભારતને ગર્વ આપાવ્યું હતું. મિસ ઇન્ડિયા 1994ની સ્પર્ધામાં સુષ્મિતા સેન અને ઐશ્વર્યા રાય વચ્ચે ટાઈ થઇ હતી આ બંનેને સરખા અંક મળ્યા હતા. ટાઈ બ્રેકર રાઉન્ડમાં દરેક પ્ર્તીયોગીને જ્યારે પ્રશ્ન પુછવમાં આવ્યો ત્યારે જ્જને ઐશ્વર્યા કરતા પણ વધારે સુસ્મિતાનાં જવાબ સારા લાગ્યા હતા અને તેને મિસ ઇન્ડિયા યુનિવર્સનો ખિતાબ આપવામાં આવ્યો હતો. સુસ્મિતાએ જ એ કે ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે જયારે તેને ખબર પડી કે ઐશ્વર્યા રાય આ સ્પર્ધામાં ભાગ લઇ રહી છે ત્યારે તે પોતાનું નામ પાછું લેવા જઈ રહી હતી.

થોડા સમય પહેલા સમાચાર આવેલા કે બ્રિટનની એક કોર્ટે ભાગેડુ લલિત મોદીને પૂર્વ ભારતીય મોડલ અને રોકાણકાર ગુરપ્રીત ગિલ મગને 8 લાખ ડોલર ચૂકવવાનું કહ્યું છે. કોર્ટનો આ નિર્ણય ફેબ્રુઆરી 2022 માં સુનાવણી બાદ આવ્યો છે. પણ લંડન હાઈકોર્ટે લલિત મોદી વિરુદ્ધ છેતરપિંડીના દાવાને આગળ વધારવાનો ઈનકાર કરી દીધો હતો, જેની માગ ગુરપ્રીતે કરી હતી.

ગુરપ્રીત ગિલ મગ પર વર્ષ 2018માં કેન્સરની સારવારના સાહસમાં એક મિલિયન ડોલરનું રોકાણ કરવાની લાલચ આપવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જે ક્યારેય અટક્યું નહીં પછી તેણીને $ 2,00,000 ચૂકવવામાં આવ્યા હતા અને બાકીની રકમ માટે કોર્ટનો સંપર્ક કરવો પડ્યો હતો. જો કે લંડનની હાઇકોર્ટે મોદી સામે છેતરપિંડીના દાવાને આગળ વધારવાનો ઇનકાર કરી દીધો હતો, જેની માંગ ગુરપ્રીતે કરી હતી. ગુરપ્રીતે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના સ્થાપક મોદી પાસેથી કથિત છેતરપિંડી અને કરારના ભંગ બદલ લાખો ડોલરનું વળતર મેળવવા માટે હાઇકોર્ટમાં કાનૂની પડકાર દાખલ કર્યો હતો.

YC