લલિત મોદીએ તેના કરતા 9 વર્ષ મોટી અને માતાની મિત્ર મીનલ સાથે કર્યા હતા લગ્ન, નિધન બાદ હવે સુષ્મિતા સેનને કરી રહ્યા છે ડેટ

9 વર્ષ મોટી હતી લલિત મોદીની પહેલી પત્ની મીનલ, અંતિમ શ્વાસ સુધી નિભાવ્યો હતો સંબંધ, હવે સુષ્મિતા સેન બની નવી લાઈફ પાર્ટનર

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના પૂર્વ ઉપાધ્યક્ષ લલિત મોદી આ દિવસોમાં ચર્ચામાં છે. જો કે આ વખતે તે કોઈ વિવાદ કે નિવેદનને કારણે નહીં પરંતુ દેશની પ્રથમ મિસ યુનિવર્સ સુષ્મિતા સેન સાથેના સંબંધોને કારણે ચર્ચામાં છે. સુષ્મિતા અને લલિત મોદી એકબીજાને ડેટ કરી રહ્યા છે. આ માહિતી લલિત મોદીએ પોતે સોશિયલ મીડિયા પર આપી હતી. સુષ્મિતા સાથેની તસવીરો પણ શેર કરી છે.

લલિત મોદી એક એવું વ્યક્તિત્વ છે જે અવાર નવાર ખોટા કારણોસર હેડલાઇન્સમાં રહે છે. વિદેશમાં અભ્યાસ કરતી વખતે લલિત મોદી તેની માતાની મિત્ર મીનલને દિલ આપી બેઠા હતા. મીનલ લલિત મોદી કરતા નવ વર્ષ મોટી હતી પરંતુ તેમ છતાં મોદી અને મીનલ વચ્ચે નિકટતા વધવા લાગી. જો કે જ્યારે લલિત મોદીએ મીનલની સામે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો ત્યારે તે સંમત ન થઈ.

મીનલના લગ્ન નાઈજીરિયન બિઝનેસમેન જેક સાગરાની સાથે થવાના હતા. તે પહેલા જ લલિત મોદીએ પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. આ વાત પર મીનલ ગુસ્સે થઈ ગઈ. તેણે ચાર વર્ષ સુધી મોદી સાથે વાત કરી ન હતી. જેક સાગરાણી સાથે મીનલનો સંબંધ લાંબો સમય ટક્યો ન હતો. જે બાદ બંનેએ છૂટાછેડા લઇ લીધા હતા. આ છૂટાછેડા લલિત મોદીને મીનલની નજીક લઈ આવ્યા. બંનેના આ સંબંધનો લલિત મોદીના પરિવારમાં ભારે વિરોધ થયો હતો. તેમ છતાં લલિત મોદી અટક્યા નહીં. તેણે 17 ઓક્ટોબર, 1991ના રોજ મીનલ સાથે લગ્ન કર્યા.

લલિત મોદી સાથે લગ્ન કરતા પહેલા મીનલ માતા બની ચુકી હતી. મીનલને કરીમા નામની પુત્રી હતી. લલિત મોદીએ પણ કરીમાને દત્તક લીધી હતી. તેણે કરીમાના લગ્ન ગૌરવ બર્મન સાથે કરાવ્યા. મીનલ અને લલિત મોદીના પુત્રનું નામ રૂચિર છે. તેમને આલિયા નામની પુત્રી પણ છે.

મીનલનું 10 ડિસેમ્બર 2018ના રોજ અવસાન થયું હતું. લલિત મીનલને ખૂબ પ્રેમ કરતો હતો અને તેના મૃત્યુ પછી તે ખૂબ જ તૂટી ગયો હતો. લલિત મોદીએ તેમની પત્ની મીનલ મોદીનું મૃત્યુ કેવી રીતે થયું તે વિશે માહિતી આપી ન હતી, પરંતુ તેમણે ઉલ્લેખ કર્યો હતો કે તેમણે તેમના જીવનનો મોટો ભાગ કેન્સર સામે લડવામાં વિતાવ્યો હતો.

Patel Meet