કોણ છે લલિત મોદીની દીકરી આલિયા ? ખૂબસુરતીમાં પૂર્વ મિસ યુનિવર્સ સુષ્મિતા સેનને પણ આપે છે ટક્કર

કરોડોપતિ ભાગેડુ લલિત મોદીની દીકરી અંગ્રેજને પરણી છે, ધૂમ વાયરલ થઇ રહી છે તસવીરો

લલિત મોદીએ પૂર્વ મિસ યુનિવર્સ સુષ્મિતા સેન સાથેની કેટલીક તસવીરોને સોશિયલ મીડિયા પર શેર કરી તેની સાથેના પોતાના સંબંધોનો ખુલાસો કર્યો છે. આ સાથે જ લલિત મોદીનું નામ એકવાર ફરી ચર્ચામાં આવી ગયુ છે. 14 જુલાઇના રોજ લલિત મોદીએ સુષ્મિતા સેન સાથેના રિલેશનશિપનું એનાઉન્સમેન્ટ કર્યુ હતુ. લલિત મોદીએ પૂર્વ મિસ યુનિવર્સ સાથેની કેટલીક રોમેન્ટિક તસવીરો શેર કરી હતી, જે હજી પણ વાયરલ થઇ રહી છે અને સોશિયલ મીડિયા પર ટોક ઓફ ધ ટાઉન બની રહી છે.

તમને જણાવી દઇએ કે, હાલમાં સુષ્મિતા સેનનું નામ જેની સાથે જોડાઇ રહ્યુ છે તે લલિત મોદીને પહેલાથી જ બે બાળકો છે. તેમની એક દીકરી આલિયા અને એક દીકરો રુચિર છે. ખૂબસુરતી મામલે લલિત મોદીની દીકરી આલિયા બોલિવુડ અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે. આલિયા લંડન બેસ્ડ ઇંટીરિયર ડિઝાઇનર છે અને તે ડિઝાઇન કંસલટેંસી કંપનીની ફાઉન્ડર છે. આલિયા થોડા સમય પહેલા જ લગ્નના બંધનમાં બંધાઇ હતી.

લલિત મોદીએ તેના લગ્નની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આલિયા તેની મમ્મીની જેમ ઘણી જ ખૂબસુરત છે. આલિયાના લગ્ન બ્રેટ કાર્સનલ સાથે વેનિસમાં મે 2022માં થયા હતા. લગ્નમાં આલિયા ખૂબ જ સુંદર લાગી રહી હતી. લલિત મોદીની દીકરીના લગ્નના બધા ફંક્શનની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી. તસવીરોમાં આલિયાની પિતા લલિત મોદી અને ભાઇ રુચિર સાથેની બોન્ડિંગ પણ જોવા મળી હતી.

લલિત મોદીના પ્રથમ લગ્ન 1991માં મીનલ સાથે થયા હતા, જે તેમની માતાની મિત્ર હતી. આ લગ્નથી તેમને 2 બાળકોનો છે. તેમના પુત્રનું નામ રૂચિર અને પુત્રીનું નામ આલિયા છે. આલિયા લલિત અને મીનલની મોટી દીકરી છે. જેનો જન્મ 9 માર્ચ 1993ના રોજ થયો હતો. 29 વર્ષની આલિયાએ આ વર્ષે મે મહિનામાં તેના બોયફ્રેન્ડ બ્રેટ કાર્લસન સાથે ફેરા લીધા હતા.

હવે પુત્રીના લગ્નના થોડા મહિનાઓ પછી, તેણે તેના સંબંધો વિશે પણ ખુલાસો કર્યો કે તે બોલિવૂડ અભિનેત્રી સુષ્મિતા સેનને ડેટ કરી રહ્યો છે. તમને જણાવી દઈએ કે સુષ્મિતા સેન પોતાની વેબ સીરીઝ આર્યાને લઈને ઘણી ચર્ચામાં છે. સુષ્મિતા વિશે વાત કરીએ તો, તે બંગાળી પરિવારથી આવે છે.

તેના પિતા શુબીર સેન પૂર્વ ઈન્ડિયન એરફોર્સ વિંગ કમાન્ડર રહી ચૂક્યા છે અને માતા શુભ્રા જ્વેલરી ડિઝાઈનર છે. દુબઈમાં તેમની જ્વેલરી સ્ટોર છે.લલિત મોદી અને તેમની પહેલી પત્ની મીનલ વચ્ચે અતૂટ પ્રેમ હતો. વર્ષ 2018માં કેન્સરને કારણે મીનલનું મોત થઇ ગયુ હતુ. લલિત મોદી મીનલને આજે પણ યાદ કરે છે.

Shah Jina