“લાલ સિંહ ચઢ્ઢા” ફ્લોપ થતા જ આમિર ખાન આવી ગયો આઘાતમાં, હવે ડિસ્ટ્રીબ્યુટર પણ મેકર્સ પાસે માંગી રહ્યા છે વળતર, જાણો સમગ્ર મામલો

છેલ્લા થોડા મહિનાઓથી બોલીવુડની મોટાભાગની ફિલ્મો સુપર ફ્લોપ સાબિત થઇ રહી છે. જેમાં ઘણા મોટા મોટા સ્ટારની ફિલ્મો પણ સામેલ છે. ત્યારે હાલ બોલિવૂડ એક્ટર આમિર ખાનની ફિલ્મ “લાલ સિંહ ચઢ્ઢા” બોયકોટ ટ્રેન્ડને કારણે ફ્લોપ થવાના આરે છે. 180 કરોડના બજેટમાં બનેલી ‘લાલ સિંહ ચઢ્ઢા’ તેના પહેલા સપ્તાહના અંત (શુક્રવારથી રવિવાર) સુધી 30 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી શકી નથી.

જો આમિર ખાનની પાછલી ફિલ્મોના રેકોર્ડની વાત કરીએ તો અભિનેતાની ફિલ્મો પહેલા દિવસે કમાણી કરે છે. કદાચ આ જ કારણ છે કે આમિર ખાન આઘાતમાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ‘લાલ સિંહ ચઢ્ઢા’ ફ્લોપ થવાને કારણે ડિસ્ટ્રીબ્યુટર્સને ઘણું નુકસાન થયું છે. તેમણે નિર્માતાઓ પાસેથી વળતરની પણ માંગ કરી છે.

તમને જણાવી દઈએ કે આમિર ખાન પોતે ‘લાલ સિંહ ચઢ્ઢા’ના કો-પ્રોડ્યુસર છે. આ જ કારણ છે કે તેણે આ ફિલ્મ ફ્લોપ થવાની જવાબદારી લીધી છે. જો કે હજુ સુધી આ ખબરને સમર્થન મળ્યું નથી. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આમિર ખાન આઘાતમાં આવી ગયો છે. આમિર ખાન અને તેની ભૂતપૂર્વ પત્ની કિરણ રાવના એક મિત્રએ ખુલાસો કર્યો છે કે અભિનેતાએ ફોરેસ્ટ ગમ્પનું શ્રેષ્ઠ સંસ્કરણ બનાવવા માટે સખત મહેનત કરી હતી. પરંતુ સિનેમાઘરોમાં ફિલ્મ રિલીઝ થયા બાદ લોકોની પ્રતિક્રિયા જોઈને આમિર નારાજ થઈ ગયો. લોકોની ટિપ્પણીઓએ તેમના પર ખરાબ છાપ ઉભી કરી છે.

પહેલા ત્રણ દિવસ આમિર ખાનની ફિલ્મની કમાણી સતત ઘટી રહી હતી. જોકે, રિલીઝના ચોથા દિવસે ‘લાલ સિંહ ચઢ્ઢા’ના કલેક્શનમાં થોડો વધારો જોવા મળ્યો છે. જાહેર થયેલા પ્રારંભિક આંકડાઓ અનુસાર, આમિર ખાનની ફિલ્મે રજાનો લાભ ઉઠાવીને દેશભરમાં લગભગ 10 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ સાથે આ ફિલ્મનું કુલ કલેક્શન 37.96 કરોડ થઈ ગયું છે. ઓક્યુપન્સી વિશે વાત કરીએ તો, રવિવારે હિન્દી પ્રદેશોમાં લાલ સિંહ ચઢ્ઢાનો કુલ ભાગ 17.21 ટકા હતો.

આમિર ખાન સ્ટારર ફિલ્મનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે, ત્યારે ‘લાલ સિંહ ચઢ્ઢા’ વિદેશમાં બોક્સ ઓફિસ પર કમાણી કરવામાં સફળ જણાઇ છે. વિદેશમાં આમિરની ફિલ્મની કમાણી મામલે અમેરિકા સૌથી આગળ છે. યુએસમાં ‘લાલ સિંહ ચઢ્ઢા’એ અત્યાર સુધીમાં 6.13 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. આમિરની ફિલ્મે કેનેડામાં 4.28 કરોડ રૂપિયાની કમાણી કરી છે, જ્યારે ઓસ્ટ્રેલિયામાં ફિલ્મે 3.03 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

Niraj Patel