બ્રેકીંગ ન્યુઝ: લકુલીશ યોગ યુનિ.ના સ્થાપક થયા બ્રહ્મલીન, વડોદરાની ખાનગી હોસ્પિટલમાં લીધા છેલ્લા શ્વાસ

હાલમાં લકુલીશ યોગ યુનિવર્સિટીના સ્થાપકને લઇને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજશ્રી મુનિ બ્રહ્મલીન થયા છે.જણાવી દઇએ કે, તેમનું હૃદયરોગના હુમલાને કારણે નિધન થયુ હતુ અને તેઓએ વડોદરાની ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. ઉલ્લેખનીય છે કે, લાઇફ મિશન અંતર્ગત રાજશ્રી મુનિએ યોગાભ્યાસ માટે સેન્ટર શરૂ કર્યા હતા. પરંતુ તેમની અચાનક અને અણધારી વિદાયથી અનુયાયીઓમાં શોકનો માહોલ ફરી વળ્યો છે.

આવતીકાલે રાજ રાજેશ્વર ધામ જાખણ ખાતે રાજશ્રી મુનિના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. રત્ન પુરસ્કારથી સન્માનિત લકુલીશ યોગ યુનિવર્સિટીના સ્થાપક રાજશ્રી મુનિ આજે બ્રહ્મલીન થયા છે. રાજશ્રી મુનીના મોટી સંખ્યામાં અનુયાયીઓ છે અને તેમને યોગ રત્ન પુરસ્કારથી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. તેમની માનનીય વડાપ્રધાન મોદી સાથે ખાસ આત્મીયતા પણ હતી.

તેમના પાર્થિવ દેહને આજે કાલોલના મલાવ ખાતે અંતિમ દર્શન માટે મુકવામાં આવશે. અને આવતીકાલે રાજ રાજેશ્વર ધામ જાખણ ખાતે તેમના અંતિમ સંસ્કાર કરાશે. જણાવી દઇએ કે, વર્ષ 2012માં દેશની પ્રથમ યોગ યુનિવર્સિટીની રાજશ્રી મુનિએ સ્થાપના કરી હતી, જેનું ઉદ્ઘાટન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યુ હતું.પાંચમા વિશ્વ યોગ દિવસે રાજશ્રી મુનિજીને 43 વર્ષની સાધના બદલ યોગ રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે રાજશ્રી મુનિને ખાસ સંબંધો હતા. 31 ઓગષ્ટ એટલે કે આવતીકાલના રોજ સવારે 11 વાગ્યે તેમના અંતિમ સંસ્કારની વિધિ પૂર્ણ કરવામાં આવશે.કાયાવરોહણ સ્થિત લકુલીશ મંદિર ખાતે પણ નિશુલ્ક યોગ શિબિરની શરૂઆત કરવામાં આવી હતી. વર્ષ 1982માં સ્વામી કૃપાલવાનંદજી મહારાજે પોતાના શિષ્ય રાજર્ષિ મુનીને પોતાની તમામ જવાબદારીઓ સોંપી હતી. જે બાદથી રાજર્ષિ મુની લકુલીશ યોગ વિદ્યાલય તેમજ લાઈફ મીશન ચલાવે છે.

જણાવી દઇએ કે, લાઈફ મિશન અંતર્ગત કેનેડા, યુએસએ ઈટાલી, તાઈવાન અને રશિયા જેવા દેશોમાં પણ સેન્ટરો ચાલી રહ્યા છે. જ્યારે આ દેશોના યુવાનો પણ લકુલીશ વિદ્યાલયમાં આવીને યોગની ડિગ્રી લઈ રહ્યાં છે. જે બાદ પોતાના દેશમાં યોગને પ્રચલિત કરી રહ્યા છે. આ વિદેશી યુવાનો યોગગુરુ તરીકે પણ વિશ્વમાં પ્રચલિત બન્યા છે.યોગ વિદ્યાલય અને લાઈફ મીશન અંતર્ગત રાજર્ષિ મુનીએ વર્ષ 2012માં દેશની પ્રથમ યોગ યુનિવર્સીટી અમદાવાદ ખાતે સ્થાપી હતી. જ્યારે વડોદરાના કારેલીબાગ ખાતે પણ આ યુનિવર્સીટીનું સેન્ટર આવેલું છે.

Shah Jina