“લાગણીના વાવેતર”માં 165 દીકરીઓએ પ્રભુતામાં પાડ્યા પગલાં… વિન્ટેજ કારના કાફલા સાથે માંડવે આવી રુડી જાન.. જુઓ કેવો હતો લગ્નનો નજારો

સ્વ. વિઠ્ઠલ રાદડિયાની પુણ્યતિથિ નિમિત્તે લેઉઆ પટેલ સમાજની 165 દીકરીઓના કરવામાં આવ્યા કન્યાદાન, વિન્ટેજ અને લક્ઝુરિયસ કારમાં નીકળ્યો વરઘોડો.. જુઓ શાહી લગ્નની તસવીરો

ગુજરાતમાં હાલ લગ્નનો માહોલ ચાલી રહ્યો છે અને ઘણા બધા લોકો લગ્નના બંધનમાં પણ બંધાઈ રહ્યા છે. ત્યારે ઘણી જગ્યાએ લગ્નની જામતી જાહો જલાલી જોઈને  અને લગ્નનો વૈભવ જોઈને આપણી પણ આંખો અંજાઈ જતી હોય છે. ત્યારે ગુજરાતમાં ઘણી સેવાભાવી સંસ્થાઓ અને અગ્રણીઓ દ્વારા સમૂહ લગ્નના આયોજનો પણ કરવામાં આવતા હોય છે.

ત્યારે એવા જ એક સેવાભાવી વ્યક્તિત્વ અને સૌરાષ્ટ્રના સાવજ તરીકે નામના મેળવી ચૂકેલા સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાની પુણ્યતિથિ તેમના દીકરા જયેશભાઇ રાદડિયાએ સાતમા સમૂહ લગ્નોત્સવનું આયોજન કર્યું હતું. જેનું શીર્ષક “લાગણીના વાવેતર” રાખ્યું હતું. આ સમૂહલગ્નોત્સવમાં લેઉઆ પટેલ સમાજની 165 દીકરીઓએ પ્રભુતામાં પગલાં મંડ્યા.

જયેશભાઇ દ્વારા આ સમૂહ લગ્નનો ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જે મોટા મોટા ધનવાનોના શાહી લગ્નને પણ ઝાંખા પાડી દે. આ લગ્નમાં હાજરી આપવા માટે લેઉઆ પટેલ સમાજના અગ્રણીઓ, રાજકીય મહાનુભવો અને સામાજિક આગેવાનો ઉપરાંત ઉદ્યોગતિઓ પણ હાજર રહ્યા હતા. આ શાહી લગ્ન 1 લાખ લોકોની ઉપસ્થિતિમાં થયા હતા.

દીકરીઓને કરિયાવરમાં ઘરવખરીના તમામ સામાન ઉપરાંત 123 ચીજ વસ્તુઓ આપવામાં આવી જેમાં ભાગવત ગીતા જેવા ધાર્મિક ઉપરાંત સામાજિક પુસ્તકો પણ આપવામ આવ્યા. આ ઉપરાંત બે નંગ સોનાના દાણા, ફ્રીઝ, ડબલબેડના પલંગ, લાકડાના કબાટ, ડ્રેસિંગ ટેબલ, વરરાજાનું શુટ, વરરાજાના બૂટ, પાનેતર જેવી વસ્તુઓ દીકરીઓને આપવામાં આવી હતી.

Niraj Patel