જાણો એ મહિલા વિશે જેમણે ટાટા સ્ટીલ કંપનીના આર્થિક સંકટમાં કરી હતી મદદ, કોહિનૂરથી પણ મોટા હિરાને રાખી દીધો હતો ગીરવી

કોણ હતી એ મહિલા જેણે અરબો-ખરબોની સંપત્તિ વાળી ટાટા કંપનીની આર્થિક સંકટમાં કરી હતી મદદ ?

ટાટા ગ્રુપની ઉદારતા અને દાન-ધર્મથી તો બધા વાકેફ છે. દેશ હોય કે તેમની કંપનીનો કોઇ વ્યક્તિ જયારે પણ મુસીબતમાં હોય છે ત્યારે તેમણે સંભાળ્યા છે. પરંતુ એક એવો સમય હતો જયારે અરબો ખરબોનું દાન કરી ચૂકેલી આ કંપની ખરાબ સમયમાંથી ગુજરી રહી હતી, જયારે આ કંપની આર્થિક રૂપથી કંગાલ થઇ ગઇ હતી. એવામાં એક મહિલા હતી, જેમણે આ કંપનીને આર્થિક તંગીથી બચાવીને બીજીવાર ઊભી કરી હતી.

આ મહિલા લેડી મેહરબાઇ ટાટા હતી. જેમણે ટાટા સ્ટીલ કંપનીને આજે ઊંચાઇઓના શિખર પર પહોંચાડી છે. તેમના વિશે ઘણા ઓછા લોકો જાણે છે. તેમને પહેલી ભારતીય નારીવાદી પ્રતીકોમાંના એક માનવામાં આવે છે. લેડી મેહરબાઇ ટાટા તે સમયે ઘણુ આગળનું વિચારનાર મહિલા હતી. તેમણે બાલવિવાહ ઉન્મૂલનથી લઇને મહિલા મતાધિકાર સુધી તેમજ છોકરીઓને શિક્ષાથી લઇને પડદા પ્રથા હટાવવા સુધી કોશિશ પણ કરી હતી.

ટાટા સમૂહના બીજા અધ્યક્ષ સર દોરાબજી ટાટાની પત્ની મેહરબાઇ એ સમયે ઘણી આગળ હતી. જમશેદપુરમાં મેહરબાઇ ટાટા મેમોરિયલ હોસ્પિટલ છે, જે પૂર્વી ભારતમાં કેંસરની સૌથી સારી હોસ્પિટલ તરીકે જાણિતી છે. તે છત્તાં લોકો તે મહિલા એટલે કે મેહરબાઇ ટાટા વિશે વધારે જાણતા નથી. તેમણે ટાટા સ્ટીલ કંપનીની સ્થાપનામાં શુ યોગદાન આપ્યુ તેના વિશે લોકો ઘણુ ઓછુ જાણે છે.

હરીશ ભટ્ટે તેમની નવી બુક TataStories: 40 Timeless Tales To Inspire You માં જણાવ્યુ છે કે કેવી રીતે લેડી મેહરબાઇએ આ નામી કંપનીને બચાવી હતી. તેઓ જમશેદજી ટાટાના મોટા દીકરા સર દોરાબજી ટાટાની પત્ની હતા. દોરાબજી ટાટા તેમના માટે લંડનના વેપારીઓથી 245.35 કેરેટ જુબલી હીરા ખરીદીને લાવ્યા હતા, જે કોહિનૂર 105.6 કેરેટથી પણ વધારે હતુ. 1900ના દાયકામાં તેની કિંમત લગભગ 1 લાખ પાઉન્ડ હતી. આ કિંમતી હાર લેડી મેહરબાઇ કોઇ સ્પેશિયલ અવસર પર જ પહેરતા હતા.

પરંતુ વર્ષ 1924માં પરિસ્થિતિઓએ એવી કરવટ લીધી કે મેહરબાઇએ તેને ગિરવી રાખવાનો નિર્ણય કર્યો. તે સમયે ટાટા સ્ટીલ આર્થિક સંકટને કારણે કંપનીના કર્મચારીઓને વેતન આપવા માટે અસમર્થ થઇ ગઇ હતી. ત્યારે લેડી મેહરબાઇ કંપની અને ટાટા પરિવારના સમ્માનને બચાવવા માટે આગળ આવ્યા. લેડી મેહરબાઇ ટાટા ટેનિસમાં એટલા માહેર હતા કે તેમણે ટેનિસ ટૂર્નામેન્ટમાં 60થી વધુ પુરસ્કાર જીત્યા હતા. આ ઉપરાંત ઓલંપિક ટેનિસ રમનાર તે પહેલા ભારતીય મહિલા હતા. તેમની દિલચસ્પ વાત એ હતી કે તેઓ બધી ટેનિસ પારસી સાડી પહેરીને રમતા હતા.

Shah Jina