લેડી ડૉને લાઈવ આવીને કર્યો SPને ખુલ્લો ચેલેન્જ, કહ્યું-હું રોજ ડ્રગ્સ ખાઉં છું, કોઈનામાં દમ છે તો રોકીને બતાવે

27 વર્ષની લેડી ડૉનનો SP સાહેબને ચેલેન્જ, કહ્યું કે કોઈના બાપમાં દમ હોય તો રોકીને દેખાડે- જુઓ તસવીરો

લેડી ડોનની લિસ્ટમાં અનુરાધા ચૌધરી, રેખા મીણા પછી અન્ય બીજું નામ જોડાઈ ગયું છે.લેડી ડોનના સ્વરૂપે પોતાને રજૂ કરતી કમલા ચૌધરી સોશિયલ મીડિયા દ્વારા નેતાઓ અને પોલીસ ઓફિસરોને ધમકી આપી રહી છે, તેનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે જેમાં તે નાગૌર એસપી રામમૂર્તિ જોશીને ચેલેન્જ કરી રહી છે.

નાગૌર જિલ્લાના બારાની ગામની રહેનારી 27 વર્ષની કમલાએ સોશિયલ મીડિયા પર લાઈવ આવીને કહ્યું કે,”પોતાના દમ પર ડગ ખાઉં છું, એસપી પાસેથી પૈસા નથી લેતી”.વીડિયોમાં કમલા નાગૌરના નેતાઓને પણ ધમકાવી રહી છે અને જિલ્લાના અમુક સરપંચોના નામ પણ લઇ રહી છે. વીડિયોમાં કમલા બોલી રહી છે કે હું મારા દમ પર એમડી ખાઉં છું કોઈના બાપમાં દમ છે તો રોકીને દેખાડે.એસપી મારી રેકોર્ડિંગ જોઈ રહ્યા છે, તે જણાવે કે ક્યારે તેના બંગલા પર આવીને પૈસા માંગ્યા હતા!”

લાઈવ સેશનમાં તેની સાથે અન્ય યુવકો પણ જોડાય છે, વિડીયો પરથી લાગી રહ્યું છે કે તે દરેક નશા પ્રવૃત્તિના છે અને આ જ કારોબાર સાથે જોડાયેલા છે. વીડિયોમાં કમલા પોલીસકર્મીઓને ખુલ્લી ચુનૌતી આપી રહી છે.તેણે એવું પણ કહ્યુ કે તેના એમડી ખાવાથી પોલીસને પણ કોઈ આપત્તિ નથી. તે ઘણા પોલીસકર્મીઓને બહાર કરી ચુકી છે.

કમલા પર ડિસેમ્બર 2020 માં એક કમ્યુનિટી હેલ્થ ઓફિસરને બ્લેકમેલ કરી 11 લાખ રૂપિયા પડાવવાનો આરોપ લાગ્યો હતો. જેના પછી નાગૌર પોલીસે તેની ધરપકડ પણ કરી હતી.જો કે કમલા પહેલા પણ આવા વીડિયો દ્વારા પોલીસને ચેલેન્જ કરી ચુકી છે. એક વીડિયોમાં તેણે કહ્યું હતું કે,”અત્યાર સુધી તેનો કોઈ વાળ પણ વાંકો નથી કરી શક્યું.હું ઇચ્છુ છું કે કોઈ મને પોલીસ થાણામાં લઇ જાય, પણ કોઈ કંઈ કરતુ જ નથી”. જણાવી દઈએ કે કમલાને હથીયારોનો પણ ખુબ જ શોખ છે અને તેણે ફાયરિંગ કરતો પોતાનો એક વીડિયો પણ ઇન્સ્ટાગ્રામ પણ શેર કર્યો હતો.

Krishna Patel