“રક્ષા બંધન” અને “લાલ સિંહ ચઢ્ઢા”માં કોણે મારી બાજી ? અધધધ કરોડોનો વરસાદ થયો….

આમિર ખાન અને કરીના કપૂર ખાનની ફિલ્મ “લાલ સિંહ ચઢ્ઢા” ભારતીય સિનેમાઘરોમાં એકદમ સુસ્ત દેખાઈ રહી છે. જો કે, રિલીઝના ત્રીજા દિવસે એટલે કે શનિવારે ફિલ્મના કલેક્શનમાં ઉછાળો આવ્યો હતો. સપ્તાહના અંતે, લાલ સિંહ ચઢ્ઢાએ શનિવારે ભારતીય સિનેમાઘરોમાં રૂ.9 કરોડનું કલેક્શન કર્યું હતું, જે શુક્રવાર કરતાં રૂ. 1.74 કરોડ વધુ છે. જો કે, શનિવારનું કલેક્શન ગુરુવારના કલેક્શન કરતાં રૂ. 2.7 કરોડ ઓછું છે. લાલ સિંહ ચઢ્ઢાએ ગુરુવારે 11.70 કરોડ, શુક્રવારે 7.26 કરોડ અને શનિવારે 9 કરોડનું કલેક્શન કર્યું હતું.

ફિલ્મે કુલ 27.96 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. બીજી તરફ, લાલ સિંહ ચઢ્ઢા સાથે રિલીઝ થયેલી અક્ષય કુમાર અને ભૂમિ પેડનેકર સ્ટારર ફિલ્મ રક્ષા બંધન બોક્સ ઓફિસ પર સતત ત્રીજા દિવસે સુસ્ત રહી. વીકેન્ડ હોવા છતાં શનિવારે ફિલ્મે ખાસ પ્રદર્શન કર્યું ન હતું. અક્ષય કુમારની ફિલ્મ રક્ષા બંધન શનિવારે ભારતીય સિનેમાઘરોમાં માત્ર 6.51 કરોડ રૂપિયાનું કલેક્શન કરી શકી હતી. જો કે, શનિવારનું કલેક્શન શુક્રવાર કરતાં વધુ હતું પરંતુ તે ગુરુવારની સરખામણીમાં ઘણું ઓછું હતું.

રક્ષાબંધને તેના રિલીઝના દિવસે એટલે કે ગુરુવારે 8.20 કરોડ, શુક્રવારે 6.40 કરોડ અને શનિવારે 6.51 કરોડનું કલેક્શન કર્યું હતું. આ રીતે ફિલ્મે ત્રણ દિવસમાં કુલ 21.11 કરોડનું કલેક્શન કર્યું છે.આગામી દિવસોમાં આમિર અને અક્ષયની ફિલ્મોના કલેક્શનની વાત કરીએ તો રવિવારે કમાણીનો ગ્રાફ વધી શકે છે. આ સિવાય સોમવારે ફિલ્મના કલેક્શનમાં પણ વધારો જોવા મળી શકે છે. પરંતુ ત્રણ દિવસના કલેક્શનને જોતા એવું માનવામાં આવે છે કે આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા અક્ષય કુમારની ફિલ્મ રક્ષાબંધનથી કમાણીના મામલે આગળ રહી શકે છે.

આનંદ એલ રાય દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘રક્ષા બંધન’ ભાઈ-બહેનના સંબંધો પર આધારિત ફિલ્મ છે. Boxofficeindia.comના અહેવાલ મુજબ, આ ફિલ્મે યુપી અને રાજસ્થાનમાં સારું પ્રદર્શન કર્યું છે, પરંતુ મુંબઈ, પુણે, કોલકાતા, બેંગ્લોર અને હૈદરાબાદમાં તેની અસર નબળી રહી. આ સિવાય ગુજરાતમાં તેની ધીમી અસર જોવા મળી હતી. અદ્વૈત ચંદન દ્વારા નિર્દેશિત ‘લાલ સિંહ ચઢ્ઢા’ 1994ની હોલીવુડ ક્લાસિક ‘ફોરેસ્ટ ગમ્પ’ની હિન્દી રિમેક છે.

Shah Jina