મુંબઈમાં અગ્રણી સ્ટોરના માલિક અને કચ્છી વેપારીનો ફાર્મ હાઉસમાંથી મળ્યો મૃતદેહ, મોતનું કારણ જાણીને આંચકો લાગશે

ગુજરાતમાં ચેહલ્લ ઘણા સમયથી આપઘાતની ઘણી બધી ઘટનાઓ સામે આવી રહી છે, ઘણા લોકો આર્થિક તંગીના કારણે તો ઘણા લોકો પારિવારિક ઝઘડાના કારણે પોતાનું જીવન ટૂંકાવી લેતા હોય છે. ત્યારે હાલ એવી જ એક ખબર સામે આવી છે, જેમાં એક કચ્છી વેપારીએ મુંબઈમાં ફાર્મ હાઉસ ઉપર આપઘાત કરી લેતા પરિવારમાં શોકનો માહોલ ફરી વળ્યો છે.

આ બાબતે મળી રહેલી વધુ માહિતી અનુસાર મુંબઈના  દાદરમાં આવેલા પ્રખ્યાત સવિધા સ્ટોરના પાર્ટનર અને કચ્છી સમાજના અગ્રણી એવા શાંતિલાલ ડુંગરશી મારુના 46 વર્ષીય દીકરા કલ્પેશ મારુ ગત 15 ઓગસ્ટના રોજ ઘરેથી દર્શન કરવા જવાનું કહીને નીકળ્યો હતો. જેના બાદ 18 ઓગસ્ટના ગુરુવારના રોજ મુંબઈ- અમદાવાદ હાઈવે પર વિરારમાં શિરસાડ ફાટા પાસે વર્તક ફાર્મ હાઉસ ગેટ નજીકથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો.

મીડિયા રિપોર્ટ અનુસાર કલ્પેશ ડિપ્રેશનથી પીડાઈ રહ્યો હતો. આ અગાઉ પણ તેને ચાર વાર આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે માંડવી પોલીસે અકસ્માતે મોતનો ગુન્હો નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે. મૃતદેહ પાસે એક બોટલ અને ગોળીઓનાં ખાલી પેકેટ પણ મળી આવ્યા હતાં.

માંડવી પોલીસના જણાવ્યા અનુસાર ગત 18 ઓગસ્ટે ફાર્મ હાઉસના માલિક રાજુ સાળવીએ ફાર્મ હાઉસના ગેટ નજીક એક વ્યક્તિ બેભાન હાલતમાં પડ્યા હોવાની માહિતી આપી હતી. તે વ્યક્તિનું મોઢું અને નાકમાંથી ફીણ નીકળ્યું હતું, આ માહિતી મળતા જ પોલીસે ઘટનાસ્થળે દોડી આવીને શિરસાડની ઓમસાઈ હોસ્પિટલમાં તેને દાખલ કર્યો હતો, જ્યાં ડોક્ટરે કલ્પેશને મૃત જાહેર કર્યો હતો. આ ઘટના અંગે પરિવારને જાણ થતા જ પરિવારમાં ગમગીતી છવાઈ ગઈ હતી.

કલ્પેશના મૃતદેહ પાસેથી પોલીસને એક બેગ મળી આવી હતી, જેમાં આઈફોન, આધાર કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ, દવાઓના ખાલી પત્તા મળી આવ્યા હતા. જેના દ્વારા કલ્પેશની ઓળખ કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ અનુસાર તે ડિપ્રેશનથી પીડાતો હતો અને અગાઉ પણ ઘરેથી ભાગી ગયો હતો અને પોલીસની મદદથી તેને પાછો લાવવામાં આવ્યો હતો.

Niraj Patel