અમદાવાદના આ ફેમસ યુટ્યૂબરની ટીમે ખરીદી પોતાની ડ્રિમ કાર, શાનદાર લક્ઝુરિયસ કાર જોઈને ચાહકો પણ થઇ ગયા ખુશ, જુઓ

અમદાવાદના ખ્યાતનામ યુટ્યુબર અને તમેની ટીમે લક્ઝુરિયસ કાર ખરીદતા જ મમ્મી થઇ ભાવુક, તસવીરો શેર કરીને વ્યક્ત કરી ખુશી, જુઓ

ગઇકાલે દેશભરમાં રથયાત્રાની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી. અમદાવાદ સહીત દેશના ઘણા બધા સ્થળો ઉપર રથયાત્રા યોજાઈ અને જેમાં લાખો ભાવિક ભક્તો પણ જોડાયા અને ભગવાન જગન્નાથનો જયઘોશ પણ કર્યો. ગઈકાલે રથયાત્રા અને અષાઢી બીજનો પાવન દિવસ હોવાના કારણે ઘણા શુભ કાર્યો પણ થયા અને ઘણા લોકોએ નવા વાહનો પણ ખરીદ્યા.

ત્યારે ગુજરાતના સૌથી ફેમસ યુટ્યુબર કુશાલ મિસ્ત્રીએ અને તેમની ટીમે પણ પોતાની ડ્રિમ કાર ખરીદી લીધી અને તેની તસવીરો પણ તેને સોશિયલ મીડિયામાં શેર કરી છે, જેના બાદ તેમના ચાહકો પણ તેને ઢગલાબંધ શુભકામનાઓ પાઠવી રહ્યા છે, તેમજ કુશાલની ટીમની લક્ઝુરિયસ કારના વખાણ પણ કરતા જોવા મળી રહ્યા છે.

કુશાલ દ્વારા શેર કરવામાં આવેલી તસવીરોમાં જોઈ શકાય છે કે તેમની ટીમે બ્રાન્ડ ન્યુ મહિન્દ્રા XUV 500 ખરીદી છે. જે આધુનિક ફીચર્સથી લેસ છે. કુશાલ દ્વારા શેર કરવામાં આવેલી તસ્વીરોમાં તે તેની ટીમઅને પરિવારજનો સાથે પોઝ આપતો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત કુશાલે આ તસ્વીરોમાં તેની ટીમને પણ ટેગ કરી છે.

કુશાલ મિસ્ત્રી અને તેની ટીમ અમદાવાદી મેન નામની યુટ્યુબ ચેનલ ચલાવે છે. જેમાં તે અવનવા કોમેડી વીડિયો પોસ્ટ કરતા રહે છે. તેમની યુટ્યુબ ચેનલ ઉપર 10 લાખ કરતા પણ વધારે સબસ્ક્રાઇબર્સ છે અને તેમના દરેક વીડિયોને લાખો લોકો નિહાળે છે અને તેને પસંદ પણ કરતા હોય છે. તેમના દ્વારા ક્રિએટ કરવામાં આવેલા વીડિયો લોકોને પેટ પકડીને હસાવે છે.

અમદાવાદી મેનની ટીમની અંદર કુશાલ મિસ્ત્રી ઉપરાંત પાર્થ પરમાર, જતીન પ્રજાપતિ, વિજુ બાદશાહ અને અન્ય લોકો પણ છે. તેમને કોલેજ સમયમાં આ યુટ્યુબ ચેનલ શરૂ કરી હતી, જેના બાદ તેમની ચેનલ ખુબ જ પ્રખ્યાત બની ગઈ અને માત્ર ગુજરાતમાં જ નહિ દેશ અને દુનિયાભરમાં લોકો તેમના વીડિયોને પસંદ કરી રહ્યા છે.

કુશાલ ઇન્સ્ટાગ્રામ ઉપર પણ ખુબ જ મોટું ફેન ફોલોઇંગ ધરાવે છે. ઇન્સ્ટાગ્રામ ઉપર પણ તેના 8 લાખ 27 હજાર કરતા પણ વધારે ફોલોઅર્સ છે. કુશાલે કાર ખરીદવાની તસવીરો ચાહકો સાથે શેર કરતા કેપશનમાં લખ્યું છે, “રથયાત્રાના પાવન અવસર પર અમે લોકો ગાડી લાવ્યા !” તમને જણાવી દઈએ કે મહિન્દ્રાની XUV 500 ખુબ જ દમદાર કાર છે. ઓનલાઇન વેબસાઈટ અનુસાર આ કારની એક્સ શો રૂમ પ્રાઈઝ 15.56 લાખથી શરૂ કરીને 20.07 લાખ સુધી છે.

અમદાવાદી મેનની ટીમના બીજા એક ખુબ જ ફેમસ મેમ્બર પાર્થ પરમારે પણ પોતાના સોશિયલ મીડિયામાં કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે પોતાની ટીમ સાથે કાર આગળ ઉભા રહીને ફોટોશૂટ કરાવતા જોવા મળી રહ્યા છે.

પાર્થ દ્વારા શેર કરવામાં આવેલી તસવીરોમાં તે કાર સાથે ઉભા રહીને પોઝ આપતો જોવા મળે છે. યુટ્યુબ ઉપર અમદાવાદી મેનના વીડિયોમાં પાર્થનું કામ પણ ખુબ જ સુંદર જોવા મળે છે. તેના અભિનયને પણ ચાહકો ખુબ જ પસંદ કરતા હોય છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ ઉપર પણ તેના 2 લાખ કરતા વધારે ફોલોઅર્સ છે અને તેનું એકાઉન્ટ વેરિફાઇડ છે.

તો વાત કરીએ ટીમના એક અન્ય મેમ્બર જતીન પ્રજાપતિની તો જતીનની પણ કોમેડીના દર્શકો વખાણ કરે છે. જતીને થળોએ સમય પહેલા જ તેમની ટીમમાં ગ્રાફિક્સ ડિઝાઈનરનું કામ કરતી સાક્ષી સાથે સગાઈ કરી છે. જતીને પણ તેના સોશિયલ મીડિયામાં સાક્ષી અને કાર સાથે ઉભા રહીને પોઝ આપતી તસવીરો શેર કરી હતી.

Niraj Patel