પોતાની જાત સાથે લગ્ન કરવાને લઈને આખા દેશમાં ચર્ચાનો વિષય બનેલી ક્ષમા બિંદુએ 11 જૂનના રોજ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. તેના આ લગ્નએ આખા દેશમાં ઉહાપોહ જગાવ્યો હતો અને મોટાભાગના લોકોએ આ લગ્નનો વિરોધ પણ કર્યો હતો, ત્યારે ક્ષમાએ આ બધા વચ્ચે જ પોતાના લગ્નની નિર્ધારિત તારીખ પહેલા જ લગ્ન કરવાનો નિર્ણય કર્યો.
ક્ષમા બિંદુએ 11 જૂનના બદલે ગઈકાલે એટલે કે 8 જૂનના રોજ જ દુલ્હન બનવાનું નક્કી કર્યું અને દુનિયાની ચિંતા કર્યા વગર જ સોળે શણગાર સજીને ક્ષમા દુલ્હન બની. આ ઉપરાંત તેને પોતાની જાતે જ સાથે જ વરરાજા વગર જ ચોરીના ફેરા પણ ફરી લીધા, ત્યારે હવે આ લગ્ન ફરીવાર ચર્ચામાં આવ્યા છે.
ક્ષમાએ 11 જૂનના રોજ મંદિરમાં લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો, જેના બાદ વિરોધના વંટોળ ફરી વળ્યાં હતા. પરંતુ ક્ષમાએ આવા કોઈ વિરોધોની ચિંતા ના કરી અને નિર્ધારતી તારીખના 3 દિવસ પહેલા જ તેને લગ્ન કર્યા. આ અનોખા લગ્નની અંદર ક્ષમાની પીઠી પણ ચોળાઈ અને મહેંદી પણ મુકાઈ. સાથે જ લગનું પાનેતર ઓઢીને ક્ષમા દુલ્હન પણ બની.
મંદિરમાં ક્ષમાના લગ્નનો વિરોધ થવાના કારણે ક્ષમાએ મંદિરમાં લગ્ન કરવાનું માંડી વાળ્યું, અને પછી તેને લગ્ન માટે ગોત્રીમાં રહેલા પોતાના જ ઘરને લગ્ન સ્થળ માટે નક્કી કર્યું. જેમાં ક્ષમાએ પોતાના ઘરે જ સંપૂર્ણ રીતિ રિવાજ મુજબ લગ્ન કર્યા. આ અનોખા લગ્નની અંદર વરરાજા તો હતા જ નહિ પરંતુ વિધિ કરાવવા માટે પંડિત પણ નહોતા. ક્ષમાના આ લગ્નમાં તેના કેટલાક નજીકના મિત્રો સામેલ થયા હોવાની માહિતી મળી છે.
તમને જણાવી દઈએ કે ક્ષમાના આવા પોતાની જાત સાથેના લગ્ન એ કદાચ ભારતના પ્રથમ લગ્ન છે. જ્યારથી ક્ષમાએ પોતાની જાત સાથે લગ્ન કરવાની જાહેરાત કરી હતી ત્યારથી તેના ઘરે લોકોનો ઘસારો હતો. જેના કારણે તેને ડર હતો કે 11 જૂને તેને જે લગ્નની તારીખ આપી છે તે દિવસે પણ કોઈ તેના ઘરે આવી અને ઉહાપોહ મચાવશે અને લગ્ન બંધ રહેશે.
આ કારણે ક્ષમાએ લગ્ન બંધ ના રહે તેવા ડરના કારણે નિર્ધારિત તારીખના 3 દિવસ પહેલા જ લગ્ન કરી લીધા અને પોતાનું વચન પણ પૂર્ણ કર્યું. ક્ષમાએ મંદિરમાં લગ્ન કરવાનું નક્કી કરતા જ ભાજપના નેતા દ્વારા પણ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો, જેના બાદ કોઈ પંડિત પણ તેના લગ્ન કરાવવા માટે તૈયાર ના થયા, એટલે ક્ષમાએ પોતાના જ ઘરમાં ટેપ ઉપર મંત્રોચ્ચાર વગાડીને આ લગ્ન પૂર્ણ કર્યા.