ડિલીવરી બાદ યૂટયૂબર અરમાનની બીજી પત્નીની બગડી તબિયત, આવી હાલતમાં છે, ફેન્સ દુઃખી દુઃખી થઇ ગયા

ફેમસ યુટ્યુબર અરમાન મલિકના ઘરે હાલ ખુશીનો માહોલ છે. તેની બીજી પત્ની કૃતિકા મલિકે એક પુત્રને જન્મ આપ્યો છે. આ સમાચાર યુટ્યુબરે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા આપ્યા છે. ત્યારે હવે અરમાને તેના એક વ્લોગમાં જણાવ્યું છે કે પુત્રના જન્મ પછી કૃતિકા મલિકની તબિયત બગડી છે.

વાસ્તવમાં કૃતિકા મલિકે સી સેક્શન દ્વારા પુત્રને જન્મ આપ્યો છે. જેના કારણે તેને ઘણા ટાંકા આવ્યા છે. લેટેસ્ટ વ્લોગમાં હેલ્થ અપડેટ આપતા અરમાન મલિકે કહ્યું છે કે- “ડિલિવરી પછી કૃતિકાની તબિયત થોડી ખરાબ થઈ ગઈ છે. કારણ કે તેને થોડી ઉધરસ આવી રહી છે અને તેના કારણે તેને ટાંકામાં દુખાવો થઈ રહ્યો છે.

પરંતુ આમાં ગભરાવાની કોઈ વાત નથી કારણ કે કૃતિકાની માતા અને ડોક્ટર્સ તેની સંપૂર્ણ કાળજી લઈ રહ્યા છે. હાલ તો યૂટયૂબરે દીકરાનો ચહેરો બતાવ્યો નથી. તમને જણાવી દઈએ કે કૃતિકા અરમાન મલિકની બીજી પત્ની છે. જે પહેલા બે વખત મિસકેરેજની પીડા સહન કરી ચૂકી છે. ત્યારે હવે કૃતિકાએ પોતાના પહેલા બાળકને જન્મ આપ્યો છે.

આ જ કારણ છે કે સમગ્ર મલિક પરિવારની ખુશીનો પાર નથી. ત્યાં અરમાનની પહેલી પત્ની પાયલ મલિક પણ આ સમયે ગર્ભવતી છે અને તે બસ થોડા જ સમયમાં જોડિયા બાળકોને જન્મ આપવાની છે. પાયલનો અત્યારે આઠમો મહિનો ચાલી રહ્યો છે. એટલા માટે તેની ડિલિવરીમાં હજુ થોડો સમય બાકી છે. જો કે પાયલ પહેલેથી જ એક પુત્રની માતા છે, જેનું નામ ચિરાયુ છે.

Shah Jina