વાહ… આ કલાકારની કારીગરીને સો સો સલામ… નદીમાં પાણી પર ફૂલોથી બનાવી ભગાવન શ્રી કૃષ્ણની એવી પ્રતિમા કે જોનારા પણ થયા નતમસ્તક, જુઓ વીડિયો

પાણી પર તરતી ભગવાન શ્રી કૃષ્ણની આવી પ્રતિમા આજ પહેલા ક્યારેય નહિ જોઈ હોય… જોઈને તમે  પણ કલાકારને વંદન કરશો.. જુઓ

દુનિયાભરમાં ઘણા બધા એવા લોકો છે જેમની પાસે અદભુત કારીગરી છે, પરંતુ તેમને કોઈ યોગ્ય મંચ નથી મળતો. ઘણા લોકો એવા પણ છે જે પોતાની આ કારીગરીને વીડિયો શેર કરીને સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ કરતા હોય છે અને લોકો પણ તેમના આ વીડિયોને જોઈને તેમને સલામ કરતા હોય છે.

ત્યારે હાલ એવા જ એક કલાકારે પોતાનું દિમાગ દોડાવ્યું અને અને પાણીમાં ફૂલો વડે ભગવાન શ્રી કૃષ્ણનું ચિત્ર બનાવ્યું. આ સુંદર વાયરલ વીડિયો @mpparimal દ્વારા ટ્વિટર પર તેના એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. તેમાં એક નદી દેખાઈ રહી છે, જેના પર રંગબેરંગી ફૂલોથી ભગવાન કૃષ્ણની તસવીર બનાવવામાં આવી છે.

વિડીયો જોયા પછી તમારા મનમાં આ પ્રશ્ન અવશ્ય આવ્યો હશે કે ફૂલો ફેલાયા વગર પાણી પર કેવી રીતે રહી શકે? પણ ધ્યાનથી જોતાં સમજાય છે કે તેને બનાવવા માટે કળાની સાથે તર્કની પણ જરૂર હતી. વાસ્તવમાં, નદીમાં લીલા રંગની ચોરસ બાઉન્ડ્રી બનાવવામાં આવી છે જેથી ફૂલો પાણીમાં ન વહે અને એક જગ્યાએ રહે.

13 એપ્રિલના રોજ પોસ્ટ કરાયેલા આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો લોકો જોઈ ચૂક્યા છે અને સેંકડો લોકોએ લાઈક્સ કર્યો છે. ફૂલોથી બનેલી ભગવાન કૃષ્ણની આ અદ્ભુત તસવીર ઘણા લોકોને આકર્ષી રહી છે. આ અંગે ઘણા યુઝર્સે પોતાની પ્રતિક્રિયાઓ પણ આપી છે. એકે લખ્યું, ‘જય શ્રી કૃષ્ણ’. જ્યારે અન્ય એક યુઝરે કોમેન્ટ કરી, ‘બેસ્ટ’.

Niraj Patel