ખબર

ડાયરા અને નવરાત્રી બાદ હવે ચૂંટણી પ્રચારમાં પણ કમાની ધમાકેદાર એન્ટ્રી, ખુલ્લી કારમાં માંગી રહ્યો વૉટ, જુઓ વીડિયો

ચૂંટણી પ્રચારમાં પણ હવે કમાની થઇ રહી છે રોયલ એન્ટ્રી, કિર્તીદાનનો કમો બન્યો ભાજપનો સ્ટાર પ્રચારક, જુઓ વીડિયો

ગુજરાતમાં હવે ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી રહી ગયા છે, ત્યારે દરેક પાર્ટીઓએ પોતાનો પ્રચાર જોરશોરથી શરૂ કરી દીધો છે. ચૂંટણીને લઈને ઘણા મોટા મોટા દિગ્ગજો પણ હાલ ગુજરાતમાં મતદારોને રીઝવવા માટે આવી ગયા છે. ભાજપ તરફથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ હાલ ગુજરાતના પ્રવાસે છે અને ઠેર ઠેર સભાઓ ગજવી રહ્યા છે.

ત્યારે આ વર્ષે ચૂંટણીમાં પણ રસાકસી જોવા મળવાની છે, ત્યારે હાલ ચૂંટણી પ્રચારમાં ભાજપે પોતાનો એક સ્ટાર પ્રચારક પણ ઉતાર્યો છે. ડાયરા અને નવરાત્રીમાં એક મોટું નામ બની ગયેલો અને ગુજરાતીઓ માટે જે કોઈ મોટી સેલિબ્રિટીથી કમ નથી એવા કોઠારીયાને કમાને હવે ચૂંટણી પ્રચાર માટે ઉતારવામાં આવ્યો છે.

જેમ કોઈ કાર્યક્રમ અને નવરાત્રીમાં કમાની રોયલ એન્ટ્રી જોવા મળતી હતી એવી જ રોયલ એન્ટ્રી હવે કમાના ચૂંટણી પ્રચારમાં પણ જોવા મળી રહી છે. ત્યારે ચૂંટણી પ્રચારનો કમાનો વીડિયો પણ હવે સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેમાં જોવા મળી રહ્યું છે કે ખુલ્લી કારમાં કમો ભાજપનો ઝંડો હાથમાં લઈને ભાજપને જીતાડવા માટે વૉટ માંગી રહ્યો છે.

કમાને ભાવનગરની પશ્ચિમ બેઠક પર ભાજપના પ્રચારમાં ઉતારવામાં આવ્યો હતો. આ બેઠક પરથી જીતુભાઇ વાઘાણી ચૂંટણી લડી રહ્યા છે. જેમાં રોડ શો દરમિયાન કમો વાદળી બ્લેઝર પહેરીને ઢોલ નગારા અને મોટી જનમેદની વચ્ચે જનતાને ભાજપને વૉટ આપવા માટે અપીલ કરતો જોવા મળી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

કમો દિવ્યાંગ છે અને ડાયરા સમ્રાટ કિર્તીદાન ગઢવીએ જે દિવસે કમાનો હાથ પકડ્યો ત્યારથી તે સોશિયલ મીડિયામાં ખુબ જ ફેમસ બની ગયો. સોશિયલ મીડિયામાં પણ તેના લાખો ફોલોઅર્સ બની ગયા અને ગુજરાતમાં થતા મોટાભાગના કાર્યક્રમોમાં કમાની જોરદાર એન્ટ્રી પણ થતી જોવા મળે છે. સાથે જ નવરાત્રીના સમયમાં પણ કમાનુ 9 દિવસનું બુકીંગ ફૂલ હતું. ત્યારે હવે ગુજરાતમાં ચૂંટણી સમયે પણ કમાનો રાજકીય પાર્ટીઓ પ્રચારક તરીકે ઉપયોગ કરતી જોવા મળી રહી છે.