“કમો પાટલુન ચઢાવે તો પણ 5 લાખ લોકો 24 કલાકમાં જોઈ લે મારા બાપ…” ડાયરામાં કિર્તીદાને કમાની સામે જ કર્યા તેના ભરપૂર વખાણ.. જુઓ વીડિયોમાં બીજું શું કહ્યું ?

કોઠારીયાના કમા અને કિર્તીદાન ગઢવી પર થયો નોટોનો વરસાદ, કમા વિશે જે કહ્યું એ સાંભળીને તમે પણ વાહ વાહ કરશો.. જુઓ વીડિયો

કિર્તીદાન ગઢવીના ડાયરામાથ્યહી લોકપ્રિય બનેલો કમો આજે આખા ગુજરાતનું મોટું નામ બની ગયો છે. આજે ડાયરાના કાર્યક્રમોમાં પણ કમાની અચૂક હાજરી જોવા મળે છે અને કમો દરેક ડાયરામાં ફૂલ ડિમાન્ડમાં હોય છે. કમાને જોવા માટે અને તેની સાથે એક સેલ્ફી લેવા માટે પણ લોકો પડાપડી પણ કરતા હોય છે.

ત્યારે સોશિયલ મીડિયામાં પણ કમાના વીડિયો લોકો ખુબ જ પસંદ કરતા હોય છે અને તેનો કોઈ વીડિયો આવતાની સાથે જ વાયરલ પણ થઇ જતો હોય છે. નવરાત્રીમાં પણ કમાની ઠેર ઠેર ધૂમ જોવા મળી હતી. ત્યારે થોડા દિવસ પહેલા જ કમાએ તેના પપ્પા સાથે હેલીકૉપટરની રાઈડનો આનંદ પણ માણ્યો હતો.

ત્યારે કોઠારીયાના કમાને આખા ગુજરાતમાં એક મોટું નામ બનાવનારા ડાયરા સમ્રાટ કિર્તીદાન ગઢવીએ હાલમાં જ તેમના સોશિયલ મીડિયામાં પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં કમો તેમની પાસે જ ઉભેલો દેખાય છે અને આ ડાયરામાં કિર્તીદાન ગઢવી કમાના એવા વખાણ કરે છે એવા વખાણ કરે છે કે લોકો પણ તાળીઓ પાડીને વધાવી લેતા જોવા મળે છે.

કિર્તીદાન ગઢવીનો એક લોક ડાયરો સુપા નવસારી ખાતે યોજાયો હતો. જેમાં તેમની સાથે કમો પણ હાજર હતો. કિર્તીદાને એક વીડિયો શેર કર્યો છે, જેમાં જયારે તેઓ ડાયરો લલકારતા હોય છે ત્યારે કમો તેમની બાજુમાં ઉભો છે અને પછી ચાલુ ડાયરામાં જ કિર્તીદાન ગઢવી કમાના વખાણ કરવાનું શરૂ કરે છે.

કિર્તીદાન કહે છે કે, “સારા સારા ડ્રેસ ડિઝાઈનર હોય, સારા સારા મ્યુઝિક ડાયરેક્ટર હોય, સારા સારા ડાન્સ ડાયરેક્ટર હોય અને ગમે તેવો ડાન્સ કરેને તોય સાંજ પડે બે ચાર હજાર માણસો જોતા હોય, પણ અમારો કમો આમ પાટલુન ચઢાવેને તો પણ 5 લાખ લોકો 24 કલાકમાં જોઈ લે મારા બાપ..કૃપા કેવી છે પરમાત્માની..”

કિર્તીદાન જયારે પાટલુન વાળી વાત કરે છે ત્યારે કમો પણ બાજુમાં ઉભો હોય છે અને ડાયરામાં ઉપસ્થિત જનમેદની પણ હુંકાર મચાવી છે અને કમો પણ પોટલું પાટલુન ચઢાવતો જોવા મળે છે. જેના બાદ કિર્તીદાન કમાનું મનગમતું ગીત “રસિયો રૂપાળો” લલકારે છે અને ડાયરામાં બેઠેલા લોકો પણ ઉભા થઈને કમા અને કિર્તીદાન પાર ચલણી નોટોનો વરસાદ કરે છે.

કિર્તીદાને આ ઉપરાંત તેમના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો પણ શેર કરી છે. જેમાં તે કમા સાથે બેઠેલા પણ જોવા મળી રહ્યા છે,. ત્યારે હવે કિર્તીદાન દ્વારા શેર કરવામાં આવેલા આ વીડિયો અને તસ્વીરોને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે અને પોસ્ટ કર્યાના થોડા જ સમયમાં વાયરલ પણ થઇ રહ્યા છે.

Niraj Patel