મહિલા બેંકકર્મીને બોયફ્રેન્ડે મારી ગોળી, 200 કિમી દૂર જંગલમાં જઈને….શ્રદ્ધા કેસથી પણ વધુ ખતરનાક, જાણો

સનકી આશીકે પ્રેમિકાની મારી નાખ્યા પછી મૃતદેહ સાથે જે કર્યું તે જાણી કાળજું કંપી જશે, શ્રદ્ધા કેસને ટક્કર આપે તેવી ઘટના વાંચો આજે

હાલ તો દેશભરમાં શ્રદ્ધા હત્યાકાંડ ઘણો ચકચારી જગાવી રહ્યો છે, ત્યાં શ્રદ્ધા કેસ સામે આવ્યા બાદ આવા કેટલાક અન્ય પણ કિસ્સાઓ સામે આવ્યા, જેમાં એક મહિલા અને તેના દીકરાએ ભેગા મળી તેના પતિને મારી નાખ્યો અને તેના ટુકડા કરી ફેંકી દીધા. તે પહેલા પણ બીજા કેટલાક કિસ્સા સામે આવ્યા, જેમાં ઘણી ચોંકાવનારી રીતે હત્યા કરવામાં આવી હોય. ત્યારે હાલમાં વધુ એક હત્યાનો ચકચારી કિસ્સો સામે આવ્યો છે. રાયપુરમાંથી આ હત્યાનો સનસનીખેજ કિસ્સો સામે આવ્યો છે. એક પ્રાઇવેટ બેંકમાં કામ કરતી મહિલા કર્મચારીની ઓડિશામાં બેરહેમીથી હત્યા કરી દેવામાં આવી.

તે બાદ જંગલમાં હત્યારાએ આ મહિલાની લાશને બાળી નાખી. મામલો સામે આવ્યા બાદ પોલિસે ઓડિશાના જંગલથી લાશને કબ્જે કરી હતી. ત્યાં ખબર એ પણ છે કે આરોપી યુવકની ધરપરડ કરી લેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, એક તરફ દિલ્હીના શ્રદ્ધા મર્ડર કેસમાં રોજ નવા ખુલાસા થઇ રહ્યા છે. તો ત્યાં આ મામલો સામે આવતા ફરી એકવાર બધા ચોંકી ઉઠ્યા છે. કારણ કે બે રાજ્યોની પોલીસ હવે આ મામલે ઉલજી ગઈ છે. હવે પોલીસ સામે આ સવાલો ઉભા થઈ રહ્યા છે કે આ હત્યા ક્યાં થઈ ?

બીજી તરફ મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો આરોપી સચિન અગ્રવાલ કોલકાતા ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પોલીસ ટીમે આરોપીને ચાલતી ટ્રેનમાંથી પકડી લીધો હતો. પોલીસ હવે સમગ્ર મામલાની તપાસ કરશે અને આરોપીને ઓડિશા પોલીસને સોંપશે. કારણ કે મૃતદેહ ત્યાંથી મળી આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આરોપી ગુનાહિત પ્રકૃતિનો છે, અને નશો કરે છે. મૃતક તનુ કુરે છત્તીસગઢના કોરબાની રહેવાસી છે અને તે રાયપુરની એક ખાનગી બેંકમાં નોકરી કરતી હતી. જ્યાં તેની મુલાકાત ઓરિસ્સા બાલાંગિરના સચિન અગ્રવાલ સાથે થઈ હતી.

બંનેની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ અને ત્રણ વર્ષ સુધી બંને વચ્ચે ખૂબ જ સારા સંબંધો રહ્યા. સચિન હંમેશા કામના સંબંધમાં રાયપુર આવતો હતો. તે તનુને તેના ઘરે પણ મળતો હતો.  રીપોર્ટ્સ અનુસાર, 21 નવેમ્બરના રોજ તનુ સચિન સાથે બેંકમાંથી નીકળી હતી અને તે બાદ તેનો મૃતદેહ 24 નવેમ્બરે બાલાંગિર જિલ્લાના તુરિકેલા વિસ્તારના જંગલમાંથી મળી આવ્યો હતો. આરોપીએ લાશની ઓળખ છુપાવવા માટે પેટ્રોલ નાંખીને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો.આમાં આશ્ચર્યજનક બાબત એ છે કે આ દરમિયાન યુવક યુવતીના પરિવારજનો સાથે સતત સંપર્કમાં હતો.

Shah Jina