અંબાણી પરિવારમાં યોજાયેલા સગાઈ સમારંભમાં થઇ ગણેશ પૂજા, અનંત અંબાણીએ કહ્યું,”મોટાપપ્પા હોત તો…” કોકિલાબેને જવાબ આપતા કહ્યું…. જુઓ વીડિયો

સગાઈના દિવસે અનંતે કહ્યું, કાશ મોટા પપ્પા હોત તો ખુશ થાત, મહેમાનો વચ્ચે દાદી કોકિલાબહેને ભાવુક કરી દે તેવો જવાબ આપ્યો, જુઓ

મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના દીકરા અનંત અંબાણીની સગાઈ બિઝનેસમેન વીરેન મર્ચન્ટની દીકરી રાધિકા મર્ચન્ટ સાથે ખુબ જ ધામધૂમથી કરવામાં આવી. આ સગાઈનું આયોજન મુકેશ અંબાણીના વૈભવી ઘર એન્ટિલિયામાં જ કરવામાં આવ્યું હતું. આ સગાઈની ઘણી બધી તસવીરો અને વીડિયો પણ સામે આવ્યા છે. જેમાં આ ભવ્ય સમારંભની જાહોજલાલી પણ જોવા મળી રહી છે.

રાધિકા અને અનંતની સગાઈ હિન્દૂ પરમ્પારિક વિધિ વિધાન અનુસાર કરવામાં આવી. આ સગાઈના પ્રસંગે મોટી મોટી હસ્તીઓ અંબાણીના ઘરે આવી હતી, જેમાં બોલીવુડના ઘણા બધા સિતારાઓ પણ હાજરી આપતા જોવા મળ્યા હતા. ત્યારે સગાઈના એક પછી એક સામે આવી રહેલા વીડિયો પણ લોકોના દિલ જીતી રહ્યા છે. ત્યારે હાલ હવે મુકેશ અંબાણીના માતૃશ્રી કોકિલાબેન અંબાણીનો પણ એક ભાવુક કરી દેનારો વીડિયો સામે આવ્યો છે.

સમારંભ દરમિયાન અનંતની મોટી બહેન ઈશા અંબાણીએ કોકિલાબેનને રાધિકા વિશે થોડાક શબ્દો કહેવા આમંત્રણ આપ્યું. જેના બાદ તે સ્ટેજ પર આવે છે અને પછી ગુજરાતીમાં જ કહે છે કે “મને અનંત સવારે કહેતો હતો કે કુકુ મમ્મા.. મોટા પપ્પા હોત તો કેટલા ખુશ થયા હોત.. પણ અનંત મોટાપપ્પા તને ઉપરથી આશીર્વાદ આપે છે કે ખુબ જ મજા કરો.”

તે આગળ એમ પણ જણાવે છે કે  “હું ખૂબ નસીબદાર છું, મારી પાસે શ્લોકા છે, મારી પાસે રાધિકા છે, મારી પાસે ઈશા છે. તમને બધાને ખુબ ખુબ આશીર્વાદ.. જય શ્રી કૃષ્ણ.” ત્યારે હવે તેમની આ સ્પીચનો વીડિયો પણ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં પહેલા આ કહો પરિવાર ગણેશ પૂજા કરતો પણ જોવા મળી રહ્યો છે.

Niraj Patel