સિંગર કેકેની મોતથી કેટલીક વાર પહેલાનો નવો વીડિયો આવ્યો સામે, ઝડપથી લિફ્ટ તરફ….જુઓ વીડિયો 

સિંગર કેકેના છેલ્લા CCTV ફુટેજ, ચાહકોને આપી છેલ્લી સેલ્ફી અને આવી હાલત થઇ ગઈ હતી

બોલિવૂડના શ્રેષ્ઠ ગાયકોમાંના એક કેકેએ મંગળવારે રાત્રે આ દુનિયાને અલવિદા કહી દીધું. દક્ષિણ કોલકાતામાં નઝરુલ મંચ ખાતે એક કોલેજ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં કેકે લગભગ એક કલાક સુધી ગીત ગાયા પછી તેમની હોટેલમાં પાછા ફર્યા ત્યારે તે અસ્વસ્થતા અનુભવતા હતા. હોસ્પિટલમાં લઈ જવામાં આવતાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ દરમિયાન હોટલના એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં કેકે હોસ્પિટલ જતા પહેલા હોટલની લોબીમાં જોવા મળે છે.

કેકે સંબંધિત આ સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. સીસીટીવી ફૂટેજમાં જોવા મળે છે કે કેકે હોટલની લોબીમાં એક વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ સીસીટીવી ફૂટેજ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા તે પહેલાના છે. જણાવી દઇએ કે, પોલીસે આ વિશે હોટલના સંબંધિત અધિકારીઓ સાથે વાત કરી છે અને સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે.

આ સીસીટીવી ફૂટેજમાં કેકે સ્વસ્થ દેખાઈ રહ્યા છે, આવી સ્થિતિમાં કેકેના મોત પર ફરી એક વખત સવાલો ઉભા થઈ રહ્યા છે. કેકેના પોસ્ટમોર્ટમ રિપોર્ટના પ્રાથમિક તારણો દર્શાવે છે કે તેમનું મોત હાર્ટ એટેકથી થયું હતું. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ બુધવારે આ માહિતી આપી. પોલીસે જણાવ્યું હતું કે કેકે એક કોન્સર્ટમાં પરફોર્મ કર્યા બાદ મંગળવારે રાત્રે હોટેલમાં પહોંચ્યા હતા અને બાદમાં અસ્વસ્થતા અનુભવતા તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ગાયકને લાંબા સમયથી કાર્ડિયાક પ્રોબ્લેમ હતી. અધિકારીએ કહ્યું, પ્રારંભિક અહેવાલો સૂચવે છે કે ગાયકનું મોત હૃદયના સ્નાયુમાં લોહીના પ્રવાહમાં અવરોધને કારણે થયું હતું. તેમના મૃત્યુ પાછળ કોઈ કાવતરું નહોતું. તપાસમાં એ પણ જાણવા મળ્યું કે ગાયકને ઘણા સમયથી હૃદયની સમસ્યા હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેકેના અંતિમ સંસ્કાર ગુરુવારે એટલે કે આજે મુંબઈમાં કરવામાં આવવાના છે. તેમના અંતિમ સંસ્કાર કેટલાક મીડિયા રીપોર્ટ્સ અનુસાર આજે મુંબઈના વર્સોવા સ્મશાનગૃહમાં થશે.

સિંગરનો પાર્થિવ દેહ એર ઈન્ડિયાના વિમાન દ્વારા મુંબઈ લાવવામાં આવ્યો હતો. પશ્ચિમ બંગાળ સરકારે કેકેના પાર્થિવ દેહને તોપની સલામી આપીને અંતિમ શ્રદ્ધાંજલિ આપી હતી. પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ ગાયકને પુષ્પાંજલિ અર્પણ કરી, જેમના પાર્થિવ દેહને થોડા સમય માટે રવીન્દ્ર સદનમાં રાખવામાં આવ્યો હતો.23 ઓગસ્ટ 1970ના રોજ કેકેનો જન્મ કેરળના થ્રિસુરમાં થયો હતો. તેમની ગાયકી કારકિર્દીમાં, કેકેએ માત્ર હિન્દીમાં 200થી વધુ ગીતો ગાયા છે. આ સિવાય તેમણે તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ, મરાઠી, બંગાળી અને ગુજરાતીમાં પણ ઘણા ગીતો ગાયા છે.

Shah Jina