BREAKING NEWS: મશહૂર ડોક્ટર કે કે અગ્રવાલનું થયુ નિધન, વેક્સિનના લીધા હતા બંને ડોઝ

૨ ડોઝ લીધા તો પણ મૃત્યુ મળ્યું, પછી જતા જતા કહી ગયા ડોક્ટર સાહેબ શું કરી ગયા જાણો છો? ગર્વ થશે

ડોકટર કે કે અગ્રવાલની કોરોનાથી મોત થઇ ચૂકી છે. તેઓનો જીવ ગયા બાદ તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે, જેમાં તેઓ હોસ્પિટલથી પહેલીવાર આવ્યા છે અને નાકમાં ઓક્સિજન પાઇપ છે.

આ વીડિયોમાં તેઓ કહી રહ્યા છે કે, તેઓ રહે કે ના રહે, ધ શો મસ્ટ ગોન ઓન. આ વીડિયોને લોકોએ ખૂબ વખાણ્યો છે અને તેમને યાદ કરીને તેમની ભરપૂર પ્રશંસા કરી છે.

મશહૂર ડોક્ટર કે કે અગ્રવાલનું નિધન થઇ ગયુ છે. લોકોને જે વાત હેરાન કરી રહી છે તે એ છે કે, તેમણે વેક્સિનના બંને ડોઝ લીધા હતા. આ પર મેદાંતા હોસ્પિટલના ડોક્ટર અરવિંદ કુમારે કહ્યુ કે, કેટલાક કારણો હોઇ શકે છે જેનાથી પૂરી રીતે ટીકાકરણ બાદ પણ આવુ થઇ શકે છે.

તેમણે એક ન્યુઝ ચેનલ સાથે વાતચીતમાં કહ્યુ કે, આ પર વધુ રિસર્ચની જરૂરત છે. જો કે, તેમણે ત્રણ સંભાવનાઓ ગણાવી જે બંને ડોઝ લગાવી ચૂકેલા લોકોમાં સંક્રમણ/મોતનું કારણ થઇ શકે છે. આ રિસર્ચનો વિષય છે કે શુ બે ડોઝ લીધા બાદ પણ એંટીબોડીઝ ના બની, જો એંટીબોડીઝ બની તો તે પર્યાપ્ત માત્રામાં બની ન હતી કે જેવી રીતની ન્યુટ્રલાઇઝિંગ એંટીબોડીઝ જોઇતી હતી. તે બની નહિ.

ત્રીજી સંભાવના એ છે કે જો એંટીબોડીઝ હતી તે વાયરસના આ સ્ટ્રેન વિરૂદ્ધ કારગર નથી… આ ઉપરાંત મેદાંતા એક્સપર્ટે જનતાને અપીલ કરતા કહ્યુ કે, તેનો મતલબ એ નથી કે વેક્સિન બેકાર છે. 100% પ્રોટેક્શન નથી. પરંતુ તો પણ મોત, ગંભીર બીમારીથી બચાવવામાં

તમને જણાવી દઇએ કે, કોરોનાની બીજી લહેર દરમિયાન ડોક્ટર કે કે અગ્રવાલ સતત દર્દીઓને ઓનલાઇન માધ્યમથી જોઇ રહ્યા છે, તેઓ સોશિયલ મીડિયાના માધ્યમથી સતત કોરોનાને લઇને જાગરૂકતા પણ ફેલાવી રહ્યા છે. તેમની ડોકટરી તરફની લગન અને નિષ્ઠાને તેમના પરિવાર દ્વારા આગળ વધારવામાં આવી છે અને તેમના પર હાર્ટ ફેયર ફાઉંડેશન ઓફ ઇંડિયાના ડો. કે કે રિસર્ચ ફંડથી ફ્રી OPD શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Shah Jina