બિલાડીના બચ્ચાંએ એક ચમચી દૂધ પીધું અને પછી કર્યું એવું કામ કે ક્યુટનેસ જીતી લેશે તમારું દિલ, જુઓ વીડિયો

સોશિયલ મીડિયામાં પ્રાણીઓને લગતા ઘણા બધા વીડિયો રોજ વાયરલ થતા હોય છે, ઘણા વીડિયોની અંદર ઘણી એવી એવી ઘટનાઓ જોવા મળે છે જેને જોઈને આપણે પણ દંગ રહી જઈએ. આજે ઘણા લોકો પોતાની પાસે પોતાના ઘરમાં પાલતુ પ્રાણીઓ રાખતા હોય છે અને તેમને પોતાના બાળકોની જેમ સાચવતા હોય છે.

ત્યારે ઘણીવાર સોશિયલ મીડિયામાં પોતાના પાલતુ પ્રાણીઓના ક્યૂટ અંદાજના વીડિયો પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા હોય છે અને તે વાયરલ પણ થઇ જતા હોય છે, ત્યારે હાલ એવો જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક બિલાડીના બચ્ચાનો ક્યૂટ ક્યૂટ અંદાજ લોકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા બિલાડીના બચ્ચાના વીડિયોએ તમામ યુઝર્સને તેના  પ્રેમમાં પડવા મજબૂર કરી દીધા છે.  વીડિયોમાં એક છોકરી બિલાડીના બચ્ચા સાથે જમીન પર બેઠી છે. આ વીડિયોમાં છોકરી આ બિલાડીના બચ્ચાને દૂધ પીવડાવતી જોવા મળી રહી છે. છોકરી પાસે દૂધનો ગ્લાસ છે અને તે બિલાડીના બચ્ચાને એક-એક ચમચી પીવડાવી રહી છે.

બિલાડીનું બચ્ચું, દરેક ચમચી દૂધ પીધા પછી છોકરીનો સંપૂર્ણ રાઉન્ડ ફરે છે અને પછીની ચમચી દૂધ પીવા માટે દૂધના ગ્લાસની નજીક આવે છે. આ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે “એક બાઈટ, એક ટર્ન.” ઘણા લોકોએ તેમના પાલતુ પ્રાણીઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પણ બનાવી રાખ્યા છે. આવી સ્થિતિમાં કોઈપણ પેટની આવી સુંદર ક્રિયાઓ થોડી જ વારમાં વાયરલ થવા લાગે છે.

Niraj Patel