કિશન ભરવાડે વિવાદિત પોસ્ટને લઈને માંગી હતી માફી, વીડિયો થયો વાયરલ, માફીથી પણ અપરાધીઓને સંતોષ ના થયો અને મારી દીધી ગોળી

ગત મંગળવારના રોજ ધંધુકામાં એક માલધારી યુવકની હત્યા કરી દેવામાં આવી, તેની ભૂલ ફક્ત એટલી હતી કે તેને સોશિયલ મીડિયામાં એક વિવાદિત પોસ્ટ કરી હતી, આ પોસ્ટને લઈને તેને માફી પણ માંગી હતી પરંતુ જે સમુદાયના લોકો ઉપર પોસ્ટ કરી હતી તેમના મનમાં તો કંઈક બીજું જ ચાલી રહ્યું હતું અને માફીથી પણ તેમને સંતોષ ના મળ્યો અને કિશનની હત્યા કરવાનું જ કાવતરું ઘડી નાખ્યું.

કિશનની હત્યા તેના ઘરથી 50 મીટર દૂર કરવામાં આવી હતી. જે જગ્યાએ કિશનની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી ત્યાં હાલ પોલીસે બેરિકેડ ગોઠવી દીધા છે. કિશનનું ઘર નાનકડી ડેલી વાળું છે અને તેના ઘરની આસપાસ ઝેરોક્સની દુકાનો આવેલી છે.  હાલ ધંધુકામાં પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત જોવા મળી રહ્યો છે.

કિશનની હત્યા બાદ સમગ્ર ધંધુકામાં પણ બંધ પાળવામાં આવ્યું હતું. આ ઉપરાંત તેની હત્યાના પડઘા આખા ગુજરાતમાં પડેલા જોવા મળ્યા હતા. ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ કિશનના પરિવારજનોને મળવા અને તેના સાંત્વના આપવા માટે પહોંચ્યા હતા. આ ઉપરાંત તેમને કિશનને ન્યાય અપાવવાની પણ વાત જણાવી હતી.

હાલ સોશિયલ મીડિયામાં કિશન ભરવાડનો માફી માંગતો એક વીડિયો પણ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમે તે પોતે કરેલી પોસ્ટને લઈને માફી માફી પણ માંગી રહ્યો છે. કિશન વીડિયોની અંદર જણાવી રહ્યો છે કે, “મેં સોશિયલ મીડિયામાં જે વીડિયો પોસ્ટ કર્યો હતો તેનાથી કોઈની લાગણી દુભાઈ હોય તો તેના માટે હું માફી માંગુ છું અને દિલગીર છું.”

કિશન દ્વારા કરવામાં આવેલી આ વિવાદિત પોસ્ટને લઈને તેના ઉપર ફરિયાદ પણ થઇ હતી અને અન્ય પક્ષ સાથે સમાધાન પણ કરવામાં આવ્યું હતું. કિશને માફી પણ માંગી લીધી હતી, પરંતુ થોડા જ દિવસો બાદ કિશનની હત્યા કરી દેવામાં આવી. કિશનની હત્યા પાછળ મુંબઈ અને અમદાવાદના મૌલવીનો હાથ હોવાનું પણ સામે આવ્યું છે અને તેમના દ્વારા જ કિશનને મારવા માટેના હથિયાર પહોંચાડાયા હોવાની વાત પણ સામે આવી છે. આ ઉપરાંત મૌલવીનું પાકિસ્તાન કનેક્શન હોવાનું પણ મીડિયા રિપોર્ટમાં સામે આવ્યું છે.

કિશન હત્યાકાંડ મામલામાં મલવતવાડા, ધંધુકાના રહેવાસી આરોપી શબ્બીર ઉર્ફે સાબા ચોપડા અને કોઠીફળી, ધંધુકામાં રહેતા ઈમ્તિયાઝ ઉર્ફે ઇમ્તુ પઠાણ ઉપરાંત મુખ્ય સૂત્રધાર મૌલવીની પણ ધરપકડ કરવામાં આવી છે. જેના બાદ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં કોર્ટે શબ્બીર અને ઈમ્તિયાઝના 9 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. તો હથિયાર આપનારા મૌલવીની પણ ધરપકડ કરવામાં આવી છે.

આ ઘટનાને લઈને અમદાવાદના જમાલપુરના મૌલવી અને દિલ્હીના મૌલવી અમદાવાદ શાહઆલમ ખાતે મળ્યા હતા. જેમાં શબ્બીર પણ હાજર હતો અને કિશનની હત્યાના પાંચ છ દિવસ પહેલા જ તે અમદાવાદ ગયો હતો અને કિશનની વિવાદિત પોસ્ટ વિશે પણ વાત કરી હતી અને કિશનને સબક શીખવાડવા માટે જણાવ્યું હતું.

જેના બાદ શબ્બીરે મૌલવી પાસે હથિયાર લીધું હતું અને તેના મિત્ર ઈમ્તિયાઝ અને અન્ય મિત્રો સાથે આ બાબતે વાત કરી હતી, પછી તેમને જ કિશનની હત્યાનો પ્લાન બનાવ્યો હતો. મોકો મળતા જ શબ્બીર અને ઈમ્તિયાઝ બાઈક લઈને પહોંચ્યા હતા અને કિશન એકલો દેખાયત જ તેના ઉપર બંદૂકથી ફાયરિંગ કરીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ ઘટનમાં ઈમ્તિયાઝ બાઈક ચલાવતો હતો અને શબ્બીરે કિશન ઉપર ફાયરિંગ કર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Viral Video (@_viral_video_meme)

Niraj Patel