ધામધૂમથી ઉજવાયો કિર્તીદાન ગઢવીનો જન્મ દિવસ, સંતો મહંતોના આશીર્વાદ લઈને ધન્ય બન્યા ડાયરા સમ્રાટ

ગુજરાતના ઘણા કલાકારો છે જે દેશ વિદેશમાં પ્રોગ્રામ કરે છે અને તેમાંના જ એક છે કીર્તિદાન ગઢવી, જેમને ગુજરાતીઓ ડાયરા સમ્રાટ કહે છે. ત્યારે ગઇકાલે એટલે કે 23 ફેબ્રુઆરીના રોજ કીર્તિદાન ગઢવીનો જન્મદિવસ હતો અને આ દરમિયાન તેમને ચાહકો અને મિત્રો તરફથી ઘણી જ શુભકામનાઓ મળી હતી. આખા ગુજરાતને પોતાના અવાજથી ઘેલુ કરનાર ડાયરા સમ્રાટ કીર્તિદાન ગઢવીએ પરિવાર સાથે પોતાનો જન્મ દિવસ ઉજવ્યો હતો. કીર્તિદાને પરિવારના અંગત લોકોની હાજરીમાં જન્મ દિવસ ઉજવ્યો હતો. આ દરમિયાન તેમની પત્નીએ તેમને ખૂબ જ સરસ ભેટ પણ આપી હતી. તેમના જન્મદિવસ નિમિત્તે જીગ્નેશ દાદા પણ ઘરે પધાર્યા હતા અને તેમને આશીર્વાદ આપ્યા હતા.

જીગ્નેશ દાદાએ પૂજા કરી અને કીર્તિદાન ગઢવીને લાંબા આયુષ્યના આશીર્વાદ આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે, તેમના જન્મદિવસ નિમિત્તે મોટા મોટા નેતાઓ પણ સામેલ થયા હતા જેમાં જીતુભાઈ વાઘાણી અને અલ્પેશ ઠાકોર પણ સામેલ હતા. ડાયરા સમ્રાટનો જન્મ 23 ફેબ્રુઆરી 1975ના દિવસે આણંદ જિલ્લાના વાલોર ગામમાં થયો હતો. તેમણે 12 ધોરણ પાસ કર્યાં બાદ વલ્લભ વિદ્યાનગર ખાતે પોતાની કોલેજનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો ત્યાર બાદ તેમણે સંગીતની તાલીમ માટે એમ.એસ.યુનિવર્સિટીમાં અભ્યાસ માટે ગયા હતા.

સંગીતની તાલીમ લીધા બાદ તેમણે એક મ્યુઝિકલ કોલેજમાં નોકરી પણ કરી હતી બાદમાં ઈશુદાન ગઢવી સાથે બે વર્ષ સુધી અલગ અલગ લોકડાયરામાં નાના મોટા કાર્યક્રમો પણ કર્યા હતા.તેમણે તેમના જીવનમાં ઘણો સંધર્ષ કર્યો છે. તેમને પોતાનું નામ બનાવવા ઘણી મહેનત અને ઘણો સંઘર્ષ કરવો પડ્યો છે. પરંતુ આજે તેમણે પોતાની મહેનના દમ પર ઘણી સફળતા મેળવી હતી. કીર્તિદાન ગઢવીના જન્મદિવસની ઉજવણીની ઘણી તસવીરો અને વીડિયો વાયરલ થયા હતા, જેમાં શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણી, વરુણ પટેલ અને અલ્પેશ ઠાકોર સહિતના જાણિતા ચહેરા જોવા મળ્યા હતા. વીડિયોમાં તેઓ પોતાના જન્મદિવસની કેક કાપતા જોવા મળી રહ્યા છે.

કીર્તિદાન ગઢવીનો એક બીજો વીડિયો સામે આવ્યો છે, જેમાં તેઓ ગિરનારના સંત સાથે જોવા મળી રહ્યા છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યુ છે કે તેમની આજુબાજુ સંતો છે અને કીર્તિદાન કેક કાપી રહ્યા છે. આ દરમિયાન સંતો હેપ્પી બર્થ ડે બોલતા પણ જોવા મળી રહ્યા છે. કીર્તિદાન ગઢવીએ તેમના જન્મ દિવસે જ એક ખૂબ જ આલીશાન કાર ખરીદી છે, આ કાર ના મર્સીડિઝ છે કે ના ઓડી, પરંતુ આ એક લક્ઝુરિયસ કાર છે અને તેની કિંમત પણ લાખોમાં છે.કીર્તિદાન ગઢવીએ તેમના જન્મ દિવસ ઉપર ટોયોટા કંપનીની એક લક્ઝુરિયસ મોડેલ ટોયોટા વેલફાયર ખરીદી છે.

આ કારની એક્સ શો રૂમ કિંમત ઓનલાઈન વેબસાઈટ અનુસાર 89.90 લાખ રૂપિયા જણાવવામાં આવી રહી છે, સાથે જ આ કાર ઓનરોડ પ્રાઈઝ જોવા જઈએ તો 1 કરોડ ઉપર જણાઈ રહી છે. દેખાવમાં પણ આ કાર ખૂબ જ શાનદાર છે તો તેના ફીચર્સ પણ લાજવાબ છે. કીર્તિદાન ગઢવીની આ કારનો રંગ સફેદ છે.કીર્તિદાન ગઢવીની પત્નીએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ ઉપર કાર સાથેની ઘણી જ તસવીરો શેર કરી છે.

આ તસવીરોમાં કીર્તિદાન ગઢવી તેમની પત્ની અને તેમના પરિવાર સાથે જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત તેમના પત્ની આ નવી ચમચમાતી કારની પૂજા કરતા પણ જોવા મળી રહ્યા છે. કીર્તિદાનનો પરિવાર પણ આ કારની ખુશી માનવતો જોવા મળી રહ્યો છે.આ કારની તસવીરો સોશિયલ મીડિયામાં કીર્તિદાન ગઢવીની પત્ની સોનલ ગઢવી દ્વારા શેર કરવામાં આવી છે. કીર્તિદાનના પત્ની સોનલ ગઢવીએ કેપશનમાં લખ્યું છે, “જન્મ દિવસની ભેટ કીર્તિ માટે, તેને કાર ખૂબ જ પસંદ છે !” ત્યારે આ નવી કાર માટે કીર્તિદાનના ચાહકો તેમને શુભકામનાઓ આપી રહ્યા છે સાથે જ તેમને જન્મ દિવસની પણ શુભકામનાઓ પાઠવી રહ્યા છે.

તો જયારે કિર્તીદાન ગઢવી અઢી મહિના બાદ વતન આવ્યા હતા ત્યારે આરતીની થાળી લઈને પત્નીએ હર્ષભેર સ્વાગત કર્યું હતું અને ચાહકો ઢોલ નગારા સાથે ભવ્ય યાત્રા કાઢીને ઘર સુધી લઇ આવ્યા હતા.કિર્તીદાન ગઢવીએ અમેરિકામાં અઢી મહિના દરમિયાન 33 શો કર્યા છે. કિર્તીદાન ગઢવી ગુજરાતની ગરીબ અને જરૂરિયાતમંદ કન્યા માટે લાડકી ફાઉન્ડેશન બનાવી એક અનોખી પહેલ કરી છે. કીર્તિ દાને 100 કરોડના લાડકી પ્રોજેક્ટ થકી ગુજરાતની જરૂરિયાતમંદ બાળકીની મદદમાં રહેશે.

અમેરિકામાં યોજાયેલા કિર્તીદાનના ડાયરા પ્રસંગોમાં ડોલરિયો વરસાદ પણ થયો હતો, ત્યારે ભારતમાં પોતાના વતન પહોંચવા ઉપર કિર્તીદાન ઉપર ફૂલોનો વરસાદ થતો જોવા મળ્યો હતો. કિર્તીદાનના પરત ફરવાની ખુશી તેમના ચાહકો અને તેમના પરિવારજનોના ચહેરા ઉપર સ્પષ્ટ દેખાઈ રહી હતી.અમેરિકાથી પરત રાજકોટ પોતાના ઘરે પધારતા ગુજરાત અને કાઠિયાવાડનું ગૌરવ સમાન કિર્તીદાન ગઢવીનું કિર્તીદાન અભિવાદન સમિતિ અને તેમના મિત્રો તેમજ શુભેચ્છકો દ્વારા જામનગર રોડ પર માધાપર ચોક નજીક ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

તમને જણાવી દઈએ કે કિર્તીદાન ગઢવી સપ્ટેમ્બર મહિનામાં એમરિકાના પ્રવાસે ગયા હતા, જ્યાં વિવિધ સ્થળો ઉપર નવરાત્રીના પ્રસંગોમાં ગરબાના કાર્યક્રમો અને ત્યારબાદ ડાયરાના કાર્યક્રમો કર્યા હતા. મોટી સંખ્યામાં અમેરિકામાં વસતા ગુજરાતીઓ તેમના કાર્યક્રમોમાં હાજરી આપવા પહોંચ્યા હતા.અમેરિકાની ધરતી પર લોકલાડીલા લોકગાયક કીર્તિદાન ગઢવીએ 33થી વધુ સ્ટેજ શો કરનાર પ્રથમ ગુજરાતી કલાકાર બનતા તેમનું સન્માન પણ કરાયું છે. તમને જણાવી દઈએ કે કિર્તીદાન ગઢવી સપ્ટેમ્બર મહિનામાં એમરિકાના પ્રવાસે ગયા હતા, જ્યાં વિવિધ સ્થળો ઉપર નવરાત્રીના પ્રસંગોમાં ગરબાના કાર્યક્રમો અને ત્યારબાદ ડાયરાના કાર્યક્રમો કર્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Sonal Gadhvi (@sonal.gadhvi.714)

મોટી સંખ્યામાં અમેરિકામાં વસતા ગુજરાતીઓ તેમના કાર્યક્રમોમાં હાજરી આપવા પહોંચ્યા હતા.નોંધનીય છે કે, કિર્તીદાને ગાયેલી જાણીતી રચના તેરી લાડકી… લાખો લોકોના ઘર ઘરમાં વાગતા હોય છે. વજ્ર જેવો કોઈ પણ કઠણ હ્રદયવાળો વ્યક્તિ પણ આ સોન્ગ સાંભળે તો પીગળી જાય છે. 17 મી સપ્ટેમ્બરે શિકાગોમાં કિર્તીદાન ગઢવી આ રચના રજૂ કરી હતી. આ દરમિયાન ડલાસમાં કીર્તિદાનભાઈ અને બી યુનાઈટેડ સંસ્થાના અમિત પાઠકને વિચાર આવ્યો કે, ગુજરાતમાં અનેક લાડકીઓ, બાળાઓ એવી છે જે ના માં-બાપ આર્થિક રીતે સધ્ધર ન હોવાને કારણે અભ્યાસ કરી શકતી નથી.

આવી બાળાઓને આર્થિક અને સામાજિક સહાય આપવામાં આવે તો સમાજ માટે યોગદાન આપ્યું ગણાશે. બસ આ વિચારને અમલમાં મુકવા માટે કીર્તીદાન ગઢવીએ ગાયેલા આ ગીતનું નામ નવા પ્રોજેક્ટને અપાયું છે.અઢી મહિના બાદ પરત રાજકોટમાં પોતાના ઘરે આવતા રાજકોટ જામનગર રોડ પર માધાપર ચોક નજીક સ્વામી નારાયણ મંદિર નજીક કિર્તીદાન અભિવાદન સમિતિ દ્વારા કિર્તીદાન ગઢવીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં તેમના શુભેચ્છકોએ કિર્તીદાન ગઢવીને ફૂલડે વધાવ્યા હતા અને આ સમયે કિર્તીદાન ગઢવીએ તમામ લોકોનો આભાર માન્યો હતો.

કિર્તીદાન ગઢવીએ અમેરિકામાં 33 જેટલા મોટા કાર્યક્રમો કર્યા અને તેમના ડાયરાના કાર્યક્રમોમાં ડોલરનો વરસાદ પણ થતો જોવા મળ્યો, કિર્તીદાને “લાડકી” પ્રોજેક્ટ અંતર્ગત ગરીબ દીકરીઓને મદદ કરવાનું નક્કી કર્યું છે, તેના કારણે જ તેઓ જયારે અમેરિકાથી ભારત પરત આવ્યા ત્યારે રાજકોટ અને વડોદરામાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ વિશે પણ કિર્તીદાને તેમના સોશિયલ મીડિયામાં એક વીડિયો શેર કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, સો.મીડિયામાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં કીર્તિદાન ગઢવી તેમના પુત્ર સાથે પિયાનો વગાડતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન પિતા-પુત્રની કેમેસ્ટ્રી ઘણી જ શાનદાર લાગી રહી છે. તેમનો દીકરો શ્રીવલ્લી ગીત ગાતો સંભળાઇ રહ્યો છે. આ વીડિયો ચાહકોને પણ ખૂબ પસંદ આવી રહ્યો છે.

Shah Jina