ટીકટોક ગર્લની વસ્ત્રાપુર પોલિસે કરી ધરપકડ, કારણ જાણીને તમારા હોંશ ઉડશે

સોશિયલ મીડિયામાં ગંદી ગંદી ગાળો બોલનાર કીર્તિ પટેલની અમદાવાદ પોલીસે કરી ધરપકડ, આખો મામલો જાણીને અક્કલ કામ નહિ કરે

ટીકટોકથી ફેમસ થયેલી કીર્તિ પટેલ ગુનાની દુનિયામાં પણ જાણિતું નામ છે. તેના વિરૂદ્ધ થોડા સમય પહેલા જ વસ્ત્રાપુર પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. જે પહેલા મારામારી થઇ હતી તેની અદાવત રાખી એક યુવતિને ગંદા લખાણ લખી ધમકી આપી હતી ને આ ઉપરાંત સો.મીડિયા પર વાયરલ કરવા અંગે વસ્ત્રાપુર પોલિસે અલગ અલગ કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. આ મામલે ગઇકાલના રોજ ટીકટોક ગર્લ કીર્તિ પટેલની પોલિસે ધરપકડ કરી હતી. જો કે, હજી પણ અન્ય આરોપી ફરાર છે.

સુરત બાદ સેટેલાઇટ અને હવે વસ્ત્રાપિર પોલિસ સ્ટેશનમાં કીર્તિ પટેલ સામે ફરિયાદ નોંધાઇ હતી. બે મહિના પહેલા સેટેલાઇટમાં થયેલી મારામારીની અદાવત રાખી વસ્ત્રાપુરની યુવતિને ધમકી આપી તેના વિરૂદ્ધ સો.મીડિયામાં ગંદુ લખાણ લખી અને ફોટા વાયરલ કરવાને લઇને વસ્ત્રાપુર પોલિસે કીર્તિ પટેલ અને ભરત ભરવાડ વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો હતો.

સેટેલાઇટના ગુનામાં સમાધાન કરવા બદલ અને કીર્તિ પટેલ અને ભરત ભરવાડ દ્વારા ફરિયાદીને હેરાન કરવામાં આવતી હતી અને આખરે યુવતિએ બંને વિરૂદ્ધ વસ્ત્રાપુર પોલિસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવ્યો હતો.જે બાદ પોલિસે તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, સેટેલાઇટ ગુનામાં બંને પક્ષોએ સમાધાન કર્યુ હોવાની ચર્ચા હતી. પરંતુ સમાધાન બાદ પણ ફરિયાદીને હેરાન કરવામાં આવતા તેણે ફરિયાદ નોંધાવી હતી.

આ કેસમાં પોલિસે કીર્તિ પટેલની તો ધરપકડ કરી છે પરંતુ ભરત ભરવાડ ફરાર છે, જેની શોધ શરૂ કરી છે.જણાવી દઇએ કે, કીર્તિ પટેલ સામે સુરતમાં હત્યાના પ્રયાસ સહિત 3 અલગ અલગ ગુનાઓ નોંઘાયા છે. જેમાં તેની ધરપકડ પણ કરવામાં આવી હતી. ત્યારે સુરતમાં ન પ્રવેશવાની શરતે જામીન પર તે છૂટી હતી.

Shah Jina