સગા ભાઈ અને ભત્રીજીની હત્યા કરતા બહેનનો જીવ કેવી રીતે ચાલ્યો ? પાટણના ચકચારી ભરેલા ડબલ મર્ડર કેસની હકીકત રૂંવાડા ઉભા કરી દેનારી છે

પાટણમાં જે હાથે રાંકડી બાંધતી હતી એજ હાથે ભાઈ અને ભત્રીજાને ઝેર આપી સગી બહેને જ ઠંડા કલેજે કરી નાખી હત્યા, આ ડોક્ટર બહેનનો કાંડ સાબિત થઇ ગયો, હવે કોર્ટ…જાણો વિગત

સંબંધોને શર્મસાર કરનારી ઘણી ઘટનાઓ રોજ બરોજ બનતી હોય છે, જેમાં હાલ સામે આવેલી ઘટનાએ આખા ગુજરાતમાં ચકચારી મચાવી દીધી છે, વર્ષ 2019માં પાટણમાં ડબલ મર્ડર કેસની ઘટના સામે આવી હતી, જેમાં કોર્ટે મૃતકની બહેનને જ આરોપી ઠેરવી છે, આ બહેન જ પોતાના ભાઈ અને ભત્રીજીની ઠંડા કલેજે હત્યા કરી નાખી હતી.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર સિદ્ધપુરના કલ્યાણા ગામની વતની અને છેલ્લા ઘણા સમયથી અમદાવાદની અંદર સથયિ થયેલ ડેન્ટિસ્ટ ડોક્ટર કિન્નરી પટેલે વર્ષ 2019માં પરિવારમાં તેનો માન મોભો ના જળવાતો હોય તેના સગા ભાઈને ધતુરાનું પાણી આપી અને માનસિક રીતે અસ્થિર કર્યો હતો અને તેના બાદ તેને કેપ્સુલમાં સાઇનાઇડ આપી અને હત્યા કરી નાખી હતી.

પરંતુ કિન્નર પટેલ આટલેથી અટકી નહોતી અને ભાઈની હત્યાના 15 દિવસ બાદ તેને 14 માસના માસુમ ભત્રીજીને પણ સાઇનાઇડ આપીને તેની હત્યા કરી નાખી હતી. જેના બાદ ખુદ તેના પિતાએ જ તેમની દીકરી સામે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જેના બાદ કોર્ટમાં આ કેસની કાર્યવાહી ચાલી રહી હતી.

ત્યારે હવે આ મામલામાં પાટણની એડિશનલ સેશન્સ કોર્ટમાં કાર્યવાહી ચાલતા બંને પક્ષના વકીલોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે આરોપી બહેન ડોક્ટર કિન્નર વિરુદ્ધ ગુન્હો સાબિત થઇ ગયો છે. હવે કોર્ટ આગામી 4 એપ્રિલના રોજ આરોપી બહેનને સજા સંભળાવશે.ત્યારે સગા ભાઈ અને ભત્રીજીની હત્યા કરવાનો આ મામલો હાલ આંખ ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે.

આ મામલામાં એ પણ સામે આવ્યું છે કે કિન્નરીએ જીગરને અલગ અલગ પ્રવાહીમાં ધતુરાનું પાણી આપ્યું હતુંમ, જેના કારણે તેનું માનસિક સંતુલન બગડી ગયું હતું અને તેના બાદ તેને સાઇનાઇડની કેપ્સુલ આપી હત્યા કરી નાખી, થોડા દિવસ બાદ તેને જિગરની પત્નીને પણ ધતુરાનું પાણી પીવડાવ્યું, જેના કારણે તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી અને આ તકનો લાભ લઈને તેને તેની 14 મહિનાનું ભત્રીજી માહી પટેલને પણ સાઇનાઇડ આપીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.

Niraj Patel