“અનુપમા” : શું ધર છોડીને જતા રહેશે અનુપમાનો દીકરો અને લાડલી વહુ કિંજલ ? શોમાં આવશે ટ્વીસ્ટ…

ટીવીનો ઘરે ઘરે ફેમસ થઇ ગયેલો શો “અનુપમા” છેલ્લા ઘણા સમયથી ટીઆરપી લિસ્ટમાં ટોપ પર છે. આ શોએ થોડા જ સમયમાં દર્શકોનું દિલ જીતી લીધુ છે. ખૂબ જ થોડા સમયમાં આ શો દર્શકોના દિલમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યો છે.

આ શોમાં ટાઇટલ પાત્ર એટલે કે અનુપમાનું પાત્ર રૂપાલી ગાંગુલી નિભાવી રહી છે અને તેમની સાથે સાથે સાથે બાકીના લોકોને પણ દર્શકોનો ખૂબ પ્રેમ મળી રહ્યો છે. આ શો લોકોનો ફેવરેટ બનતો જઇ રહ્યો છે.

હવે શોમાં એક એવો મોડ આવવાનો છે, જયારે પૂરા શાહ પરિવારની કાયા પલટાઇ જશે. એક તરફ જયાં અનુપમાની ડાંસ એકેડેમી ખુલી ગઇ છે, તો બીજી બાજુ કાવ્યા અને વનરાજની નોકરી જતી રહી છે. હવે આ વચ્ચે અનુપમાની વહુ કિંજલની મમ્મી રાખી દવે તેને ઘર છોડવા માટે ભડકાવી રહી છે.

હવેના એપિસોડમાં એવું જોવા મળશે કે, વનરાજની બીજી પત્ની અને શોમાં અનુપમાની સોતન કાવ્યા નોકરી ગયા બાદ ખૂબ જ પરેશાન છે અને હવે એવામાં જે બા કાવ્યાને નફરત કરે છે તે તેના નજીક આવી જશે. હવે બાનું કાવ્યાની નજીક આવવુ એ ચાહકો માટે કોઇ શોકથી કમ નથી.

હવે આ બધા વચ્ચે કિંજલની મમ્મી તેને ભડકાવી રહી છે અને પારિતોષ સાથે અનુપમાનું ઘર છોડવા માટે કહી રહી છે. કારણ કે રાખી દવેને લાગે છે કે કિંજલનું જીવન બંધ થઇ ગયુ છે, તે ઘરથી ઓફિસ અને ઓફિસથી ઘર વચ્ચે ફસાયેલી છે. રાખી કિંજલને કહે છે કે તે તેનું ઘર છોડી દે અને દૂર રહીને સંબંધ સંભાળે અને પ્રેમ પણ આવી રીતે જળવાયેલો રહેશે.

હવે આ વાત અનુપમા સાંભળી જાય છે. ત્યારે હવે આગળના એપિસોડમાં જોવાનું એ રહ્યુ છે, શું અનુપમાનો દીકરો પારિતોષ અને તેની લાડલી વહુ કિંજલ ઘર છોડીને દૂર જશે કે નહિ ? આ વાતથી પરેશાન અનુપમા કહે છે કે કોઇ નથી ઇચ્છતુ કે તેનું ઘર તૂટે, પરંતુ જો દૂર રહેવાથી પ્રેમ બન્યો રહેશે તો એવામાં પારિતોષ અને કિંજલને અલગ ઘરમાં શિફ્ટ થવું જોઇએ.

Shah Jina