રાજલ બારોટના બહેનોના લગ્નમાં કિંજલ દવેઅને તેના ભાવિ પતિએ લૂંટી વાહવાહી, જન્મદિવસ પહેલા જ કિંજલે શેર કરી ખાસ તસવીરો

કિંજલ દવે અને ભાવિ પતિ પવન જોષીનો સ્વ. મણિરાજ બારોટની દીકરીઓના લગ્નમાં અનોખો અંદાજ, જુઓ 9 તસવીરોમાં

ગુજરાતની લોકપ્રિય અને દરેક ઘરમાં પોતાની આગવી ઓળખ ધરાવનારી સુમધુર ગાયિકા કિંજલ દવે ચાહકોના દિલ ઉપર રાજ કરે છે. કિંજલ સોશિયલ મીડિયામાં પણ ખુબ જ એક્ટિવ રહે છે અને પોતાની તસવીરો તેમજ વીડિયો ચાહકો સાથે શેર કરતી રહે છે.

થોડા દિવસ પહેલા જ કિંજલ દવે અમેરિકાથી પરત ફરી છે. અમેરિકામાં તે લગભગ એકાદ મહિના જેવું રોકાઈ અને અમેરિકામાં વસતા ગુજરાતીઓને પોતાના કાર્યક્રમોમાં મન મૂકીને નચાવ્યા. આ કાર્યક્રમોના ઘણા વીડિયો પણ કિંજલ દવેએ શેર કર્યા હતા.

કિંજલ દવે આ સાથે પોતાના અમેરિકા પ્રવાસની પણ ઘણી બધી તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી હતી. કિંજલ જયારે અમેરિકાથી પોતાના ઘરે પરત ફરી ત્યારે તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જેના પણ વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવ્યા હતા. અમેરિકા પ્રવાસમાં કિંજલ દવે સાથે તેના પિતા લલિત દવે પણ હાજર હતા.

હવે જ્યારે કિંજલ ગુજરાતમાં છે ત્યારે તે વિવિધ પ્રસંગોમાં પણ હાજરી આપી રહી છે. હાલમાં જ કિંજલે પોતાના ભાવિ પતિ પવન જોશી સાથે કેટલીક શાનદાર તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર શેર કરી છે.

કિંજલ દ્વારા શેર કરવામાં આવેલી આ તસવીરોમાં આ કપલ ખુબ જ સુંદર લાગી રહ્યું છે. આ તસ્વીરોમાં બંને ખુબ જ ખુશ પણ જોવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયામાં પણ કિંજલના ચાહકો આ તસવીરોને ખુબ જ પંસદ કરી રહ્યા છે.

કિંજલ દવે દ્વારા શેર કરવામાં આવેલી તસવીરો ગુજરાતના લોકપ્રિય દિવંગત ગાયક મણિરાજ બારોટની બંને દીકરીઓના લગ્ન પ્રસંગની છે. જ્યાં તેમની દીકરી રાજલ બારોટે એક ભાઈ તરીકેની ફરજ બજાવીને બંને બહેનોના કન્યાદાન પણ પોતાના હાથે કર્યા હતા.

આ તસવીરો શેર કરવાની સાથે જ કિંજલ દવેએ એક ખાસ કેપશન પણ લખ્યું છે, જે પણ ચાહકોનું દિલ જીતી રહ્યું છે. કિંજલ દવેએ લખ્યું છે, “મારુ દિલ છે અને પછી તમે છો, અને મને વિશ્વાસ નથી કે કોઈ તફાવત છે !”

આ ઉપરાંત કિંજલ દવેએ પોતાની સ્ટોરીની અંદર એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં તે પોતાના ભાવિ પતિ પવન જોશીના હાથમાં પોતાનો હાથ મૂકીને બેઠેલી જોઈ શકાય છે. આ વીડિયોમાં બંનેનો ગાઢ પ્રેમ પણ જોવા મળી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે આવતી કાલે કિંજલ દવેનો જન્મ દિવસ પણ છે. જેના કારણે પણ આ કપલ ખુબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યું છે. પવન જોશી અને કિંજલનો પરિવાર દર વર્ષે કિંજલ માટે ખાસ સરપ્રાઈઝનું આયોજન કરતા હોય છે. આ વર્ષે પણ કદાચ કિંજલને ખાસ સરપ્રાઈઝ મળી શકે છે.

કિંજલ દવે તેના સુરીલા અવાજ દ્વારા ચાહકોના દિલ ઉપર રાજ કરે છે, તે માત્ર ગુજરાતમાં જ નહિ દેશ વિદેશમાં પણ કાર્યક્રમો કરી અને ચાહકોને પોતાના સુર-તલના સથવારે ઝુમાવતી હોય છે. કિંજલ “ચાર ચાર બંગળી” વાળા ગીતથી આખા ગુજરાતમાં ધૂમ મચાવતી જોવા મળી હતી. જેના બાદ તેની પ્રસિદ્ધિ દિવસે દિવસે વધતી ગઈ અને આજે ગુજરાતની ખ્યાતનામ ગાયિકાઓમાં તે સુમાર છે.

Niraj Patel