વિજય રૂપાણીના દીકરાના લગ્નમાં કિંજલ દવેએ પરિવાર સાથે આપી હાજરી, જેઠાલાલના સાળા સુંદરે પણ નવદંપતીને આપ્યા આશીર્વાદ, જુઓ તસવીરો

ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ઘરે બે દિવસ પહેલા જ શરણાઈના શૂર ગુંજી ઉઠ્યા હતા, 17 એપ્રિલના રોજ તેમના દીકરા ઋષભ રૂપાણીના લગ્ન યોજાયા હતા. આ લગ્નની અંદર ઘણી મોટી મોટી હસ્તીઓ પહોંચી હતી અને નવ દંપતીને આશીર્વાદ આપ્યા હતા. ઋષભ રૂપાણીના લગ્ન અદિતિ માંડવીયા સાથે યોજાયા હતા.

વિજય રૂપાણીના દીકરાના લગ્નમાં રાજ્યના રાજ્યપાલ દેવવ્રત આચાર્ય, રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલ, રિલાયન્સ ગ્રુપના પરિમલ નથવાણી, પૂર્વ મંત્રી આર.સી. ફળદુ ઉપરાંત રાજકીય તેમજ ઔદ્યોગિક જગતની મોટી મોટી હસ્તીઓ હાજર રહી હતી. આ લગ્નની શરૂઆત 15 એપ્રિલના રોજથી જ થઇ ગઈ હતી, જેમાં સતત ત્રણ દિવસ સુધી વિવિધ પ્રસંગો યોજાયા અને 17 એપ્રિલના રોજ ઋષભ અને અદિતિ લગ્નના બંધનમાં બંધાયા.

ઋષભ અને અદિતિ ચાર વર્ષ સુધી લોન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપમાં રહ્યા હતા. તેમ છતાં પણ બંને વચ્ચે પ્રેમનો પ્રવાહ વહેતો જ રહ્યો અને હવે હાલમાં જ બંને લગ્નના તાંતણે ગૂંથાઇને હંમેશા માટે એકબીજાના જીવન સાથી બની ગયા છે. તેમના લગ્નમાં આશીર્વાદ આપવામાં માટે ઘણા લોકો ઉપસ્થિત રહ્યા હતા.

ભૂતપૂર્વ સીએમ વિજય રૂપાણીના ઘરે યોજાયેલા આ લગ્ન પ્રસંગમાં ગુજરાતની કોકીલકંઠી કિંજલ દવે પણ તેના પરિવાર સાથે હાજર રહી હતી, કિંજલ દવેના પિતા લલિત દવેએ તેમના સોશિયલ મીડિયામાં લગ્નની કેટલીક તસવીરો શેર કરી છે, આ સાથે તેમને કેપશનમાં પણ આ લગ્ન વિશેની માહિતી પણ આપી છે.

લલિત દવેએ કેપશનમાં લખ્યું હતું કે, “ગઈ કાલે રાજકોટ મુકામે આપણા પૂર્વ સી.એમ શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબના આમંત્રણથી તેમના દીકરાના લગ્ન પ્રસંગે હાજરી આપી ખૂબ આદર સાથે સન્માન આપવા બદલ સાહેબ શ્રીનો અને પધારેલ સર્વે મહેમાન અને કુટુંબી જનોનો ખૂબ દિલથી આભાર સાથે નવ યુગલને આશીર્વાદ સુખી રહો !”

આ ઉપરાંત ઋષભ રૂપાણી અને અદિતિના લગ્નની અંદર ઘણા બધા કલાકારોએ પણ હાજરી આપી હતી. તારક મહેતામાં જેઠાલાલના સાળાનું પાત્ર નિભાવી રહેલા અભિનેતા મયુર વાકાણી પણ ઋષભના લગ્નમાં જોવા મળ્યા હતા. જેની તસવીર પણ સામે આવી છે. વિજય રૂપાણી પરિવારનાં આંગણે આવેલા આ લગ્નનાં રૂડા અવસરને લઈને 15-16-17 એરપોલ ત્રણેક દિવસથી અલગ અલગ સ્થળોએ સમારોહ યોજાયા હતા.

Niraj Patel