કોકીલકંઠી કિંજલ દવેએ ગુજરાતના નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નિવાસસ્થાને કરી મુલાકાત, પોસ્ટ કરીને કહી આ વાત

ગુજરાતની ખુબ જ લોકપ્રિય ગાયિકા કિંજલ દવેને આજે કોઈ ઓળખની જરૂર નથી. કિંજલ દવે આજે ગુજરાતના દરેક ઘરમાં પોતાની નામના બનાવી ચુકી છે. કિંજલ દવેની ઓળખ જેટલી તેના ગીતોને લઈને કરવામાં આવે છે એટલી જ તે તેના જીવનને લઈને પણ ચર્ચામાં રહે છે.

કિંજલ દવે સોશિયલ મીડિયામાં પણ ખુબ જ એક્ટિવ રહે છે અને અવાર નવાર તેની તસવીરો પણ પોસ્ટ કરતી રહે છે. સાથે જ તે પોતાના વીડિયોને પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરે છે, જેને ચાહકો પણ ખુબ જ પસંદ કરતા હોય છે. હાલમાં જ કિંજલ દવેએ તેના સોશિયલ મીડિયામાં કેટલીક તસવીરો પોસ્ટ કરી છે.

કિંજલ દવે દ્વારા પોસ્ટ કરવામાં આવેલી તસ્વીરોમાં તેની સાથે ગુજરાતના નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ જોવા મળી રહ્યા છે. આ તસ્વીરોમાં કિંજલ દવે અને સીએમ ભુપેન્દ્ર પટેલ ઉપરાંત કિંજલ દવેનો ભાઈ આકાશ દવે પણ જોવા મળી રહ્યો છે.

કિંજલ દવેએ તેના સોશિયલ મીડિયામાં 5 તસવીરો શેર કરી છે, જેમાં તે સીએમ ભુપેન્દ્ર પટેલને અંબે માતાજીની પ્રતિમા આપતી જોવા મળી રહી છે. આ સાથે જ કિંજલ દવે અને સીએમ સાહેબ બંને પ્રસન્ન મુદ્રામાં જોવા મળી રહ્યા છે.

કિંજલ દવેએ આ તસવીરો શેર કરવાની સાથે એક સરસ મજાનું કેપશન પણ આપ્યું છે, તેને લખ્યું છે કે, “આજ રોજ ગુજરાતના નવનિયુક્ત મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નિવાસસ્થાને તેમની શુભેચ્છા મુલાકાત લીધી સરળ સ્વભાવ અને સાદું જીવન એતો જાણે દાદાના પર્યાય શબ્દ છે એવું લાગે !! માતાજીને પ્રાર્થના કે દાદાને ગુજરાતની જનતાની સેવા માટે ખૂબ શક્તિ આપે !”

માત્ર થોડી જ ક્ષણો પહેલા કરવામાં આવેલી આ પોસ્ટ સોશિયલ મીડિયામાં પણ ખુબ જ વાયરલ થઇ રહી છે. ઘણા લોકો આ તસ્વીરોને લાઈક કરી રહ્યા છે, સાથે જ કોમેન્ટ કરીને પોતાના પ્રતિભાવ પણ આ પોસ્ટની અંદર આપી રહ્યા છે.

કિંજલ દવે થોડા સમય પહેલા જ ઉદેપુરના પ્રવાસે ગઈ હતી, જ્યાં તેની સાથે તેનો ભાવિ પતિ પવન જોશી પણ જોવા મળ્યો હતો. જ્યાંથી કિંજલે ઘણી બધી તસવીરો પણ શેર કરી હતી. તો ગઈકાલે તેને ખુબ જ સુંદર તસવીરો પણ શેર કરી હતી, જેને ચાહકોએ ખુબ જ પ્રેમ આપ્યો હતો.

Niraj Patel