કોકીલકંઠી કિંજલ દવેનો કાતિલાના અને બોલ્ડ અંદાજ ! તસવીરો શેર કરી લખ્યુ- તમારી દેશી ગર્લ હવે બહુ દેશી નથી રહી…જુઓ

ગુજરાતની કોકિલકંઠી કહેવાતી કિંજલ દવેની ગાયિકીના ગુજરાતમાં જ નહિ પણ દુનિયાભરમાં લોકો દીવાના છે. કિંજલનો જ્યાં પણ કોઈ પ્રોગ્રામ હોય ત્યાં લોકો મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે. કિંજલ તેની પ્રોફેશનલ લાઇફ સિવાય પર્સનલ લાઇફને લઇને પણ ઘણી ચર્ચામાં રહેતી હોય છે.

કિંજલ સોશિયલ મીડિયામાં પર ઘણી એક્ટિવ રહે છે અને ચાહકો સાથે જોડાયેલી રહે છે. તે અવાર નવાર તેની તસવીરો અને વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. ત્યારે હાલમાં જ કિંજલ દવેએ કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તેનો કાતિલાના અંદાજ જોવા મળી રહ્યો છે.

આ તસવીરોમાં ચાહકો સમક્ષ એક અલગ જ કિંજલ દવે જોવા મળી રહી છે. તસવીરો પોસ્ટ થયાના થોડા કલાકમાં તેને 1 લાખથી પણ વધારે લોકોએ લાઈક કરી હતી. આ તસવીરો સાથે કિંજલે મજેદાર કેપ્શન પણ આપ્યું છે. કિંજલે લખ્યું, “તમારી દેશી ગર્લ હવે બહુ દેશી નથી રહી.’

કિંજલ દવેની આ તસવીરો પર સેંકડો ચાહકો કોમેન્ટ કરી રહ્યા છે. કોઈ કિંજલ દવેને હોટ કહી રહ્યું છે તો કોઈ સેક્સી. ઘણા ચાહકો તો કમેન્ટમાં હાર્ટ ઈમોજી શેર કરી રહ્યા છે. કિંજલે જે તસવીરો શેર કરી છે તેમાં તે બ્લૂ વેસ્ટર્ન આઉટફિટમાં કહેર વરસાવતી જોવા મળે છે.

આ ઉપરાંત બીજી કેટલીક તસવીરો સામે આવી છે જેમાં કિંજલ દવે તેના પિતા સાથે લગ્ન સમારોહ અટેન્ટ કરતી જોવા મળી રહી છે. આ દરમિયાનનો પણ તેનો લુક ખૂબ જ સુંદર છે. કિંજલ ડુપટ્ટાવાળા ડ્રેસમાં જોવા મળી રહી છે જ્યારે તેના પિતા લલિત દવે શર્ટ પેન્ટમાં જોવા મળી રહ્યા છે.

Shah Jina