સાળંગપુર મંદિરમાંથી કોકીલકંઠી કિંજલ દવેના પિતાને મળી હતી ખાસ ભેટ, કિંજલે તસવીર શેર કરીને આપ્યો ખુબ જ પ્રેમાળ સંદેશ

સાળંગપુર: મંદિરમાંથી કોકીલકંઠી કિંજલ દવેના પિતાને મળી ખાસ ભેટ, Kinjal Daveએ શેર કરી ખાસ ભેટની તસવીરો

ગુજરાતની સુપ્રસિદ્ધ ગાયિકા કિંજલ દવે તેના કોકીલકંઠી અવાજના કારણે આજે જગ વિખ્યાત બની ગઈ. તેના ગીતો આજે ગુજરાતીઓના હૈયા ડોલાવે છે. કિંજલ દવે સોશિયલ મીડિયામાં પણ ખુબ જ એક્ટિવ રહે છે. તે પોતાની તસવીરો અને વીડિયો પણ શેર કરે છે જે સોશિયલ મીડિયામાં તરત વાયરલ પણ થઇ જતા હોય છે.

ત્યારે હાલમાં જ કિંજલે બે તસવીરો શેર કરી છે. જેમાં તેના પિતાને સાળંગપુર હનુમાન દાદાના મંદિરમાંથી મળેલી ભેટ વિશે તેને જણાવ્યું છે. તસવીરો શેર કરવાની સાથે જ કિંજલે ખુબ પ્રેમાળ કેપશન પણ લખ્યું છે.

કિંજલે લખ્યું છે કે, “આજ મારા ઓરડે રે આવ્યા અવિનાશી અલબેલા, આ કાળા કળિયુગમાં જાગતા દેવ દરેકના કષ્ટ હર્તા શ્રી કષ્ટભંજનદેવ આપણા સાળંગપુર દાદાના દર્શને ગઈકાલે મારા પિતાશ્રી ગયેલા ત્યારે શ્રી અમિતભાઈ કોશીયા અને શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ના કોઠારી સ્વામી શ્રી વિવેકસાગર સ્વામી અનેં પૂજ્ય હરિપ્રકાશ સ્વામી જી દ્વારા મારા પિતાશ્રીને સુંદર મૂર્તિ ભેટ કરવામા આવી હતી. આજે મારુ આંગણું દાદા એ પાવન કર્યું. જય સીયા રામ!!”

કિંજલ દ્વારા શેર કરવામાં આવેલી આ તસવીરો સોશિયલ મળિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે. ઘણા ચાહકો તેમને કોમેન્ટ કરી અને પોતાનો પ્રેમ વરાવી રહ્યા છે. આ ઉપરાંત ઘણા ચાહકો “જય કષ્ટ ભંજન દેવ”ની કોમેન્ટ પણ કરી રહ્યા છે.

આ ઉપરાંત કિંજલ દવેના પિતા લલિત દવેએ પણ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તેમને મળેલી ભેટ જોઈ શકાય છે. આ સાથે લલિત દવેએ પણ એક સરસ મજાનું કેપશન લખ્યું છે.

કિંજલના પિતા લલિત દવેએ લખ્યું છે કે, “આજ મારા ઓરડે રે આવ્યા અવિનાશી અલબેલા !! ગઈ કાલે મારા મિત્ર રાકેશ ભાઈ અને કમલેશ ભાઈ સાથે બોટાદના મારા એક મિત્ર અમિત ભાઈ ને મળી આનંદ થયો અને સાળંગપુર ધામ જવાનું થયું.આ કાળા કળિયુગમાં જાગતા દેવ દરેકના કષ્ટ હર્તા શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ના કોઠારી સ્વામી શ્રી વિવેકસાગર સ્વામી અનેં પૂજ્ય હરિપ્રકાશ સ્વામી જી દ્વારા સુંદર મૂર્તિ ભેટ કરવામા આવી હતી.”

તેમને આગળ લખ્યું છે.. “અને BAPS સ્વામિનારાયણ મંદિર સારંગપુર ના કોઠારી સ્વામી પૂજ્ય ઘનશ્યામપ્રિય સ્વામી દ્વારા મને જે સન્માન મળ્યું એ બદલ હું સંતો અને ભગવાન નો ઉપકાર માનું છું અને મારી જાતને સૌભાગી અનુભવું છું આભાર રાકેશ ભગત અમિત ભાઈ ! આજે મારુ આંગણું દાદા એ પાવન કર્યું ! જય સીયા રામ !!

ઉલ્લેખનીય છે કે કિંજલ દવેએ પોતાના સુમધુર અવાજ દ્વારા પોતાની ઓળખ ગુજરાતના ઘર ઘરમાં બનાવી લીધી છે. તેનું “ચાર ચાર બંગળી” વાળું ગીત તો વિદેશોમાં પણ ધૂમ મચાવી ચૂક્યું છે.

Niraj Patel