કિંજલ દવેની કચ્છમાં ભાવિ પતિ પવન જોશી સાથે મોજે મોજ, શેર કરી સ્ટાઇલિશ તસવીરો- અંદાજ એવો કે વારંવાર તસવીરો જોવાનું થશે મન

કિંજલ દવેની કચ્છમાં ભાવિ પતિ પવન જોશી સાથે મોજે મોજ, શેર કરી સ્ટાઇલિશ 10 તસવીરો- અંદાજ એવો કે વારંવાર તસવીરો જોવાનું થશે મન

ગુજરાતની સુમધુર ગાયિકા કિંજલ દવે તેના ભાવિ પતિ પવન જોશી સાથે કચ્છના રણોત્સવમાં ઘણા જ ખુશી અને રોમાન્સના પળ વીતાવી રહી છે. કચ્છથી કોકિલકંઠી કિંજલ દવે ખૂબસુરત અને રોમેન્ટિક તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી રહી છે, જેની ઝલક તમે નીચેની સ્લાઇડ્સમાં જોઇ શકો છો.

કિંજલ દવેના ભાવિ પતિ પવન જોશીએ કિંજલ સાથેની કેટલીક તસવીરો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. પવન જોશીએ આ તસવીરો શેર કરતાની સાથે કેપ્શનમાં લખ્યુ હતુ કે, આવો તો કંઇ પ્રેમ કર્યો તો, એક જ વિચાર સાથે બે આત્માઓના બે હૃદય એકના રૂપમાં ધબકે છે.

ગુજરાતમાં ગાયિકીની દુનિયામાં એક આગવું નામ કરી ચુકેલી લોકપ્રિય ગાયિકા કિંજલ દવે આજે એક આગવું નામ ધરાવે છે. તેના સુમધુર અવાજથી તેને માત્ર ગુજરાતમાં જ પરંતુ  દુનિયાભરમાં આગવું નામ કર્યું છે. જેનો પુરાવો થોડા સમય પહેલા અમેરિકામાં તેને કરેલા કાર્યક્રમોમાં જોવા મળ્યો હતો.

કિંજલે હાલમાં જ તેના ભાવિ પતિ પવન જોશી સાથેની કેટલીક તસવીરો શેર કરી છે, જેને તેના ચાહકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. આ તસ્વીરોમાં કિંજલ દવેનો રોમાન્ટિક અંદાજ જોવા મળી રહ્યો છે. તેના ભાવિ પતિ પવન જોશી સાથે તે રોમાન્ટિક પોઝ આપતી પણ જોવા મળી રહી છે.

કિંજલ દવે માત્ર તેની ગાયિકાના કારણે જ નહીં અંગત જીવનને લઈને પણ લાઇમ લાઇટમાં છવાયેલી રહેતી હોય છે. કિંજલ દવે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર તેની શાનદાર તસવીરો પણ શેર કરતી રહે છે. આ તસ્વીરોને ચાહકો દ્વારા પણ ખુબ જ પ્રેમ આપવામાં આવે છે અને પસંદ પણ કરવામાં આવે છે.

કિંજલ દવે અને તેના ભાવિ પતિ પવન જોશી હાલ કચ્છમાં રણોત્સવમાં મજા માણી રહ્યા છે, ત્યારે ત્યાંથી કિંજલે તેના ઇન્સ્ટાગ્રામ ઉપર ઘણી બધી તસવીરો શેર કરી છે, જેમાં આ કપલ સફેદ રણની વચ્ચે રોમાન્ટિક પોઝ આપી રહ્યું છે.

કિંજલ દ્વારા શેર કરવામાં આવેલી આ તસ્વીરોમાં બંને ખુબ જ ખુશ દેખાઈ રહ્યા છે, આ દરમિયાન પવન જોશી જીન્સ અને ટી-શર્ટ પહેરીને જોવા મળી રહ્યો છે તો કિંજલ દવે ક્રીમ કલરના ડ્રેસમાં ખુબ જ સુંદર દેખાઈ રહી છે.

કિંજલ દવેએ આ તસવીરો શેર  કરવાની સાથે કેપશન પણ આ તસ્વીરોને અનુરૂપ આપ્યું છે. તેને લખ્યું છે કે, “કુછ કુછ હોતા હે, કેટલીક ખાસ મોમેન્ટ ખાસ વ્યક્તિ સાથે, રણોત્સવ”. કિંજલ દ્વારા શેર કરવામાં આવેલી આ તસ્વીરોને લોકો ખુબ જ પ્રેમ આપી રહ્યા છે અને કોમેન્ટમાં આ  કપલના વખાણ પણ કરી રહ્યા છે.

કિંજલે 6 તસવીરો શેર કરી છે અને બધી જ તસ્વીરોમાં તેમનો રોમાન્ટિક લુક પણ જોવા મળી રહ્યો છે. કિંજલની આ તસવીરો ઉપર ચાહકો સાથે સેલેબ્રિટીઓ પણ પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

આ ઉપરાંત પવન જોશીએ પણ તેમની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં રણોત્સવની કેટલીક ઝલક બતાવી છે. જેમાં ટેન્ટ સીટીનો નજારો પણ જોવા મળી રહ્યો છે. પવન જોશી પણ તેના સોશિયલ મીડિયામાં કિંજલ સાથેની ઘણી તસવીરો શેર કરે છે

Patel Meet