શરૂ થઇ ગયો બ્રિટેનના કિંગની તાજપોશીનો સમારંભ, રાજાશાહીનો વિરોધ કરી રહેલા 6 લોકોની થઇ ધરપકડ, સોનાના રથમાં નીકળ્યો શાહી કાફલો, જુઓ

1 હજાર કરોડ વપરાશે, રાજાનો સોનાના રથમાં નીકળ્યો શાહી કાફલો, જુઓ

uk king charles coronation : બ્રિટનના રાજા ચાર્લ્સ ||| (King Charles III) નો આજે એક ભવ્ય સમારોહમાં સત્તાવાર રીતે રાજ્યાભિષેક થવાનો છે, ત્યારે હાલ તેની શરૂઆત પણ થઇ ચુકી છે. કિંગ ચાર્લ્સ રાજ્યાભિષેક (king charles coronation) માટે તેમની પત્ની કેમિલા સાથે બકિંગહામ પેલેસથી નીકળી ગયા છે. વેસ્ટમિન્સ્ટર એબી ખાતે રાજા ચાર્લ્સનો તાજ પહેરાવવામાં આવશે. આ રાજ્યાભિષેક કાર્યક્રમનો બ્રિટનમાં પણ વિરોધ થઈ રહ્યો છે અને લોકો તેના પર આટલો ખર્ચ કરવાથી નારાજ છે.

લંડન પોલીસે શાહી પરિવાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવાના આરોપમાં છ લોકોની ધરપકડ કરી છે. છેલ્લી વખત બ્રિટનની દિવંગત રાણી એલિઝાબેથને વર્ષ 1953માં તાજ પહેરાવવામાં આવ્યો હતો. ગયા વર્ષે તેમના અવસાન બાદ હવે રાજા ચાર્લ્સને તાજ પહેરાવવામાં આવી રહ્યો છે. આ ઈવેન્ટ પર લગભગ એક હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થશે. કિંગ ચાર્લ્સ તેની પત્ની કેમિલા સાથે બ્રિટિશ શાહી સિંહાસન લેવા માટે તૈયાર છે. આ સાથે જ તેમના 50 વર્ષ જૂના સંબંધોનો નવો અધ્યાય પણ શરૂ થશે. કેમિલા પાર્કર પણ કિંગ ચાર્લ્સ સાથે પટરાણી બનશે.

તાજેતરના સમયમાં રાજવી પરિવારમાં ઘણા મોટા ફેરફારો થયા છે. આમાં પ્રિન્સ હેરી અને તેમની પત્ની મેગન મર્કેલે તેમની શાહી પદવી છોડી દીધી છે. અહેવાલ છે કે પ્રિન્સ હેરી કિંગ ચાર્લ્સના રાજ્યાભિષેકમાં હાજરી આપશે પરંતુ શાહી પરંપરાઓનો ભાગ નહીં હોય. પ્રિન્સ હેરી રાજ્યાભિષેક દરમિયાન લશ્કરી ગણવેશમાં દેખાશે નહીં, સંયુક્ત કુટુંબના ફોટા અને ખાનગી ભોજન સમારોહમાં હાજરી આપશે નહીં.

કિંગ ચાર્લ્સના રાજ્યાભિષેકમાં વિશ્વભરમાંથી લગભગ 2000 મહેમાનો હાજરી આપશે. જેમાં વિશ્વના ઘણા નેતાઓ અને રાજવી પરિવારના સભ્યો અને વિવિધ હસ્તીઓ સામેલ થશે. ભારત તરફથી ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ રાજા ચાર્લ્સના રાજ્યાભિષેકમાં હાજરી આપશે.

Niraj Patel