આ નાના બાળકોએ લદ્દાખની વાદીઓમાં ગાયું એટલું સુંદર રીતે ગીત કે વારંવાર સાંભળવાની થશે ઈચ્છા, જુઓ વીડિયો

આપણા ભારતમાં ટેલેન્ટની કોઈ કમી નથી. સોશિયલ મીડિયા પર અવાર નવાર અનેક વીડિયો સામે આવતા હોય છે. કેટલાક વીડિયો એટલા જબરદસ્ત હોય છે તો કેટલાક તમને વારંવાર જોવાનું પસંદ હોય તેવા હોય છો. તેમજ ઘણી વખત કેટલાક વીડિયો એવા વાયરલ થઇ જતા હોય છે જેને જોયા પછી આપણો દિવસ બની જતો હોય છે.

હમણાના દિવસોમાં એવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે જેમાં લદ્દાખના બાળકો પ્રતીક કુહાડા અને અંકુર તિવારીનું પ્રસિદ્ધ ગીત ‘દિલ બેપરવાહ’ ગાતા નજર આવી રહ્યા છે. જેને જોયા અને સાંભળ્યા પછી કોઈના પણ મોઢા પર સ્મિત આવી જશે.

આ વીડિયોને ઈન્ટરનેટ પર ટ્રાવેલ બ્લોગર અને ઇન્સ્ટાગ્રામ કન્ટેન્ટ ક્રિએટર સ્નેહા દેસાઈએ શેર કર્યો છે. જેના પછી યુઝર્સને આ વીડિયો એટલો પસંદ આવ્યો કે તે લોકો હવે આ વીડિયો તેમના ઇન્સ્ટાગ્રામમાં શેર કરી રહ્યા છે. વાયરલ થઇ રહેલા વીડિયોમાં બાળકોનો અવાજ એટલો મધુર સંભળાય છે કે જેને સાંભળીને કોઈ પણ કાયલ થઇ શકે છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે લગભગ 10 બાળકો એક ઊંચાઈ વાળી જગ્યા પર બેસીને અને તેમના બધાના હાથમાં ગિટાર લઈને ‘દિલ બેપરવાહ’ ગીત ગાઈ રહ્યા છે. વીડિયોમાં બાળકોનો અવાજ એટલો મધુર છે કે તમે તમારા મોઢા પર સ્મિત આવતા રોકી પણ નહિ શકો અને તમે આ વીડિયો એક વાર જોયા પછી તમારું મન બિલકુલ નહિ ભરાય.

આ વીડિયોને શેર કરતા સ્નેહા દેસાઈએ કેપ્શનમાં લખ્યું હતું કે,’મારી નુબ્રા યાત્રાનું મુખ્ય આકર્ષણ આ નાના કલાકારોને પરફોર્મ કરતા જોવાનું હતું. હું તે બાળકોને કલાકો સુધી પરફોર્મ કરતા જોઈ શકતી હતી.’ સોશિયલ મીડિયા યુઝર્સ વીડિયો પર જોરદાર રિસ્પોન્સ કરી રહ્યા છે.

એક યુઝરે વીડિયો પર કોમેન્ટ કરતા લખ્યું કે,’બાળકોનો અવાજ સાચે જ મનમોહક છે જેને સાંભળ્યા બાદ દિલ ખુશ થઇ ગયું.’ તેમજ અન્ય એક યુઝરે વીડિયો પર કોમેન્ટ કરીને લખ્યું કે,’આ વીડિયોને જોયા બાદ મારો દિવસ બની ગયો.’ તેમજ બીજા એક અન્ય યુઝરે લખ્યું કે,’બાળકોનો અવાજ સાચે જ ખુબ જ સરસ છે. આ સિવાય બીજા ઘણા બધા યુઝર્સે આ વીડિયો પર પ્રતિક્રિયા આપી છે.

Patel Meet