“રામ રાખે તેને કોણ ચાખે ?” તેનું એક જીવતું ઉદાહરણ આ વીડિયોમાં જોઈ લો, પતંગ લૂંટવા આવેલા છોકરા ઉપર પડ્યું બાળક અને પછી

સોશિયલ મીડિયામાં રોજ ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે, ઘણા વીડિયોની અંદર એવી એવી ઘટનાઓ જોવા મળે છે જે હેરાન કરી દેનારી હોય છે, કેટલાક એવા અકસ્માતના વીડિયો પણ સામે આવે છે જેમાં કેટલાક લોકોનો આબાદ બચાવ થતા જોઈને આપણે પણ કહી ઉઠીએ કે “રામ રાખે તેને કોણ ચાખે ?” હાલ એવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

વાયરલ વીડિયોમાં એક એવી ઘટના જોવા મળી રહી છે જે આજ પહેલા તમે પણ ક્યારેય નહિ જોઈ હોય, કારણ કે એક બાળકનો જે રીતે જીવ બચી જાય છે તે જોઈને કોઈ પણ હેરાન રહી જાય અને એટલે જ આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો પણ આ બાળકની કિસ્મતની પ્રસંશા કરી રહ્યા છે.

વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક બાળક પતંગ લૂંટવા માટે એક ઘરની બહાર રસ્તા ઉપર ઉભું છે અને તેને ધાબા ઉપરથી પડતી પતંગ દેખાઈ રહી છે, પતંગ નીચે પડતા જ તે પતંગને ઉપાડવા માટે જાય છે પરંતુ આ દરમિયાન એક બીજી પણ ઘટના બને છે, એક બાળક એ પતંગની સાથે સાથે ધાબા ઉપરથી નીચે પડી રહ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Video (@_viral_video_meme)

પરંતુ રામ રાખે તેને કોણ ચાખે એ કહેવત અહીંયા સાર્થક થઇ અને ધાબા ઉપરથી નીચે પડી રહેલું બાળક સીધું જ પતંગ લેવા માટે નીચે નમેલા બાળકની પીઠ ઉપર આવીને પડે છે અને તેના કારણે જ તેનો જીવ બચી જાય છે. સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલો આ વીડિયો જોઈને તમે પણ હેરાન રહી જશો અને ઈશ્વરનો આભાર પણ માનશો !

Niraj Patel