સિદ્ધાર્થ મલ્હોત્રા પરિવારથી અલગ નવા કરોડોના આશિયાનામાં રહેશે કપલ ! મોઢામાં આંગળા નાંખી જશો એટલી છે કિંમત

સિદ્ધાર્થ જોડે આ જન્નત જેવા બંગલામાં રહેશે કિયારા! વાહ કેવા નસીબ, મોઢામાં આંગળા નાંખી જશો એટલી છે કિંમત- જુઓ ફોટા

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી આ દિવસોમાં તેમના લગ્નને લઇને ઘણા ચર્ચામાં છે. કિયારા અને સિદ્ધાર્થ લગ્ન બાદ જેસલમેરથી દિલ્લી અને દિલ્લીથ મુંબઇ પહોંચી ગયા છે. મુંબઇ પહોંચ્યા બાદ કિયારા-સિદ્ધાર્થના નવા ઘરની ઘણી ચર્ચા થઇ, જેનો વીડિયો પણ સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભયાણી દ્વારા ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો હતો.

આ વીડિયો શેર કરતા જણાવવામાં આવ્યુ હતુ કે આ કિયારા સિદ્ધાર્થનો મુંબઇમાં નવો એપાર્ટમેન્ટ છે. લગ્ન પહેલા એવી ખબરો હતી કે સિદ્ધાર્થ એક એવું ઘર શોધી રહ્યો છે જે કિયારા અને તેનું ડ્રીમ હોમ હોય. જો કે, સિદ્ધાર્થ હાલ જે ઘરમાં રહે છે તે પાલી હિલમાં એક આલીશાન એપોર્ટમેન્ટ છે.

પણ તેને શોધ હતી તેના ડ્રીમ હોમની, જ્યાં તે કિયારા સાથે તેના નવા જીવનની શરૂઆત કરી શકે. હવે એવું લાગી રહ્યુ છે કે કપલને તેમનું ડ્રિમ હોમ મળી ગયુ છે. વીડિયોમાં એક હાઇરાઇઝ બિલ્ડિંગ જોવા મળી રહી છે. એવું પણ વીડિયોમાં જણાવવામાં આવ્યુ છે કે કિયારા અને સિદ્ધાર્થે આ ઘર એકાદ સપ્તાહ પહેલા જ લીધુ છે.

આ ઘર ખારમાં છે. રીપોર્ટ્સ અનુસાર આ ઘરની કિંમત 70 કરોડ જણાવવામાં આવી રહી છે. જણાવી દઇએ કે, સિદ્ધાર્થ મલ્હોત્રાએ કિયારા અડવાણી સાથે 7 ફેબ્રુઆરીએ જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં લગ્ન કર્યા હતા. તેના પછીના દિવસે કપલ સિદ્ધાર્થના દિલ્લી સ્થિત ઘરે પહોંચ્યુ હતુ.

તે બાદ દિલ્લીમાં કપલ માટે એકદમ ઇંટીમેટ રિસેપ્શન પણ યોજવામાં આવ્યુ હતુ અને પછી 12 ફેબ્રુઆરીએ કપલ મુંબઇ પહોંચ્યુ હતુ. જ્યાં રાત્રે બોલિવુડ સેલેબ્સ માટે ગ્રાન્ડ રિસેપ્શન પાર્ટી રાખવામાં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina